You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન રેસીપી > દાલીંબી ઉસલ ની રેસીપી
દાલીંબી ઉસલ ની રેસીપી

Tarla Dalal
27 November, 2024


Table of Content
મજા માણો એક મહારાષ્ટ્રીયન વાનગીની. આ દાલીંબી ઉસલ, રોટી અને ભાત સાથે માણી શકાય એવું છે.
વાલમાં પારંપારિક વઘાર કરીને ખાટ્ટા કોકમ અને રોજના મસાલા સાથે આ ઉસલ રાંધવામાં આવ્યું છે. ગોળ આ વાનગીને થોડી ખાટી-મીઠી બનાવે છે, જ્યારે બીજી વસ્તુઓ જેવી કે આદૂ, કાંદા અને કોથમીર આ મહારાષ્ટ્રીયન વાલની વાનગીના સ્વાદમાં તીવ્રતા ઉમેરે છે.
તમને અહીં ખ્યાલ આવ્યો હશે કે આ વાનગીમાં કોથમીર ફક્ત છાંટવામાં નથી વાપરવામાં આવી પણ તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે જરૂરી પણ છે કારણકે કોથમીર વડે આ ઉસલને મજેદાર સુવાસ પ્રાપ્ત થાય છે.
દાલીંબી ઉસલ ની રેસીપી - Dalimbi Usal, Val Usal, Maharashtrian Vaal recipe in Gujarati
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
2 કપ ફણગાવેલા વાલ
2 કોકમ
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1 ટીસ્પૂન ખમણેલું આદુ (grated ginger, adrak)
1 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટેબલસ્પૂન સમારેલો ગોળ
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- કોકમને ૧/૪ કપ પાણીમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખો.
- તે પછી કોકમને નિચોળીને પાણી કાઢી, પાણીને બાજુ પર રાખી કોકમને ફેંકી દો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કડી પત્તાં અને આદૂ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધા સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં વાલ, મીઠું અને ૧ કપ પાણી મેળવી, વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં હળદર, કોકમનું પાણી, ગોળ, મરચાં પાવડર, કોથમીર અને ક્ક કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમા-ગરમ પીરસો.