You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > બ્રેકફાસ્ટ સીરીયલ્સ્ > સવારના નાસ્તા > બનાના એપલ પૉરિજ
બનાના એપલ પૉરિજ

Tarla Dalal
02 January, 2025


Table of Content
જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ ખુશ્બુદાર અને લલચામણું પૉરિજ તૈયાર થાય છે. ફાડા ઘઉં અને ઓટસ્ ને સાંતળવાને કારણે એની કાચી ગંધ જતી રહે છે જ્યારે તજના પાવડર અને ફળોને લીધે તેની સુગંઘ વધે છે. બનાના એપલ પૉરિજ, દીવસની એક શ્રેષ્ઠ શરૂઆત બને છે, કારણકે તે ખૂબ જ તાકાત બક્ષે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
12 Mins
Total Time
17 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 કપ સ્લાઇસ કરેલા કેળા
1/2 કપ સફરજના ટુકડા
1/4 કપ ફાડા ઘઉં (broken wheat (dalia) , ધોઇને નીતારી લીધેલા
1/4 કપ રોલ્ડ ઓટ્સને ઝડપથી રાંધવા (quick cooking rolled oats)
2 કપ લો ફૅટ દૂધ (low fat milk) , 99.7% ચરબી રહિત અથવા
2 ટીસ્પૂન લૉ ફેટ માખણ
2 ટીસ્પૂન પીસેલી સાકર (ઐચ્છિક)
1/4 ટીસ્પૂન તજનો પાવડર (cinnamon (dalchini) powder)
વિધિ
- એક પ્રેશર કુકરમાં માખણ ગરમ કરો અને તેમાં ફાડા ઘઉં ઉમેરી તેને ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં ઓટસ્ ઉમેરી ધીમા તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં દૂધ અને ૧ કપ પાણી ઉમેરી, પ્રેશર કુકરની બે સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- હવે તેમાં સાકર અને તજનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને ઠંડું પડવા દો.
- ઓછામાં ઓછું ૧ કલાક રેફ્રીજરેટરમાં રાખો.
- પીરસવાના તુંરત પહેલા કેળા અને સફરજન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- આના ઉપર તજ પાવડર નાખો. તરત જ પીરસો.