You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન | રાજસ્થાની વાનગીઓ | રાજસ્થાની રેસિપી | > ટમેટાની લૌંજી
ટમેટાની લૌંજી

Tarla Dalal
15 December, 2016


Table of Content
મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા ઓછી મહેનતે તૈયાર થાય છે.
તેમાં રાઇનું સાદું વઘાર અને ઉપર છાંટેલા મસાલા પાવડર ટમેટાને વધુ મહત્વનું રૂપ આપે છે. અહીં કદાચ એમ પણ હોય કે ચૂંટેલા મસાલા અને ઝટપટ બનાવવાની રીત જ ટમેટાની ખુશ્બુ જાળવી તેને ખટ્ટાશ પડતું અને મજેદાર બનાવે છે.
આ ટમેટાની લૌંજીનો આનંદ તો ગરમ અને તાજું હોય ત્યારે જ મનગમતી રોટી સાથે માણવા જેવો છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
6 Mins
Total Time
16 Mins
Makes
2 કપ માટે
સામગ્રી
Main Ingredients
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/4 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/4 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન કલોંજી (nigella seeds, kalonji)
1/4 ટીસ્પૂન વરિયાળી (fennel seeds (saunf)
1/4 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટીસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટેબલસ્પૂન સાકર (sugar)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ, કલોંજી અને વરિયાળી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટા અને લીલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં ધાણા પાવડર, મરચાં પાવડર અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં સાકર, કોથમીર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.