You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > શાક અને કરી > મગફળી બટાટાનું શાક
મગફળી બટાટાનું શાક

Tarla Dalal
02 January, 2025
_potato_vegetable-17401.webp)

Table of Content
આ મગફળી બટાટાના શાકમાં મગફળી અને બટાટા એક બીજા સાથે સારી રીતે ભળીને એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરે છે. અહીં પારંપારીક તલ અને જીરાનો વઘાર કરવામાં આવ્યો છે જેનો ભાજીમાં ઉમેરો કરતાં જ તેની ખુશ્બુ તમારા આખા ઘરમાં પ્રસરી જશે.
બીજી બાજું લીંબુનો રસ, ભલે થોડી માત્રામાં ઉમેરવામાં આવ્યો છે, પણ તે આ વાનગી માટે આવશ્યક બને છે કારણકે તે આ ભાજીને જરૂર પૂરતી ખટ્ટાશ આપે છે.
આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
20 Mins
Total Time
35 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
3/4 કપ લીંબુ (lemon)
1 કપ બાફેલા બટાટાના ટુકડા
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન તલ (sesame seeds, til)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટીસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક બાઉલમાં હુંફાળા ગરમ પાણીમાં મગફળી મેળવી, તેને પલાળવા માટે ૩ થી ૪ કલાક બાજુ પર રાખો.
- તે પછી તેને નીતારી લીધા પછી જરૂરી પાણી સાથે પ્રેશર કુકરની ૩ સીટી સુધી બાફી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- ફરી તેને નીતારી લીધા પછી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં બટાટા મેળવી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને પૅનમાંથી કાઢી બાજુ પર રાખો.
- એ જ પૅનમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ નાંખી, તેમાં તલ અને જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગફળી, લીલા મરચાં, હીંગ, લીંબુનો રસ, બટાટા, સાકર, મીઠું, હળદર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.