You are here: હોમમા> વિવિધ વ્યંજન > મેક્સીકન સ્ટાર્ટસ્ > મેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી
મેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી

Tarla Dalal
21 February, 2019


Table of Content
ટાર્ટ આમ તો તેના કદથી આકર્ષક હોય છે, તે ઉપરાંત તેની નાજુકાઇ અને બહાર દેખાતી તેમાં રહેલી માત્રાના લીધે વધુ લોભામણા લાગે છે. આવી આ નાસ્તાની વાનગી એવી મોહક છે કે ઝટ ખાવાની લાલચ થઇ જ આવે.
અહીં અમે તૈયાર ટાર્ટ વડે સરળ અને ફટાફટ તૈયાર થઇ જાય એવી વાનગી રજૂ કરી છે. જીભને મધુર લાગે એવી વસ્તુઓનું સંયોજન એટલે રીફ્રાઇડ બીન્સ્ અને સૉર ક્રીમથી ભરપૂર આ નાસ્તાની વાનગી ખૂબ જ આકર્ષક બને છે. રીફ્રાઇડ બીન્સ્ નું મિશ્રણ અને સૉર ક્રીમનું મિશ્રણ મળીને એક સમૃધ્ધ અને આનંદદાયક મેક્સિકન ટાર્ટ એવું મજેદાર બને છે કે મોટાઓ અને નાના બાળકોને પણ તે પસંદ પડશે.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
5 Mins
Total Time
25 Mins
Makes
16 ટાર્ટ
સામગ્રી
Main Ingredients
16 ટાર્ટ
રીફ્રાઇડ બીન્સ્ ના મિશ્રણ માટે
3/4 કપ બાફીને છૂંદેલા રાજમા
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 કપ સમારેલી સ્પ્રિંગ ઓનિયન સફેદ અને લીલી (chopped spring onions whites and greens)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
2 ટેબલસ્પૂન ટમેટો કેચપ (tomato ketchup)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સૉર ક્રીમનું મિશ્રણ તૈયાર કરવા માટે
1/4 કપ ઘટ્ટ દહીં (thick curds (dahi)
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) અને
સજાવવા માટે
વિધિ
આગળની રીત
- હવે એક ટાર્ટ લઇને તેમાં ૧/૨ ટેબલસ્પૂન તૈયાર કરેલું રીફ્રાઇડ બીન્સ્ નું મિશ્રણ ભરી લો અને તેની પર ૧/૨ ટીસ્પૂન સૉર ક્રીમનું મિશ્રણ પાથરો અને છેલ્લે ઉપર ૧/૨ ટીસ્પૂન ચીઝ સરખી રીતે પાથરી લો.
- આ જ પ્રમાણે ઉપરની મુજબની રીતે બીજા વધુ ૧૫ ટાર્ટ તૈયાર કરી લો.
- લીલા કાંદાના સફેદ અને લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.
રીફ્રાઇડ બીન્સ્ ના મિશ્રણ માટે
- ૧. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા કાંદાનો સફેદ તથા લીલો ભાગ, લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- ૨. તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, ટમેટા કેચપ, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ૩. તે પછી તેમાં રાજમા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.