You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > મનોરંજન માટેના નાસ્તા > મિની ઈડલી ઇન કોકોનટ સૉસ
મિની ઈડલી ઇન કોકોનટ સૉસ

Tarla Dalal
02 January, 2025


Table of Content
મિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
2 માત્રા માટે
સામગ્રી
નાળિયેરના સૉસ માટે
1 કપ નાળિયેરનું દૂધ (coconut milk)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ચીરી પાડેલું લીલું મરચું (slit green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1/2 ટીસ્પૂન સાકર (sugar)
2 ટીસ્પૂન કોર્નફલોર , ૨ ટેબલસ્પૂન ઠંડા
ઈડલી માટે
1 કપ ઇડલીનું ખીરૂં
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક સીઝલર પ્લેટ અથવા તવાને ગરમ કરો.
- તૈયાર કરેલા નાળિયેરના સૉસના ચાર ભાગ કરી, એક ભાગને પ્લેટ અથવા તવા પર પાથરી ૧ મિનિટ સુધી રાંધી લો.
- હવે તેમાં તૈયાર થયેલી ઈડલી અને બાકી રહેલા નાળિયેરના સૉસને રેડો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- હવે તેમાથી લીલું મરચું કાઢી લઈ તરત જ પીરસો.
- એક બાઉલમાં પર્યાપ્ત ગરમ પાણીમાં પાલકના પાનને ૧ થી ૨ મિનિટ સુધી હલકા ઉકાળી લો.
- હવે તેને નીતારી, ઠંડા કરી અને મિક્સરમાં ફેરવી સુંવાળીં પેસ્ટ બનાવો.
- એક બાઉલમાં ઈડલીનું ખીરૂ, પાલકની પેસ્ટ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો.
- નાના ઈડલી બનાવવાના સાંચામાં થોડું તેલ ચોપડી, તૈયાર થયેલા ખીરાને રેડી, ૬ થી ૭ મિનિટ સુધી સ્ટીમરમાં બાફી લો.
- ઈડલી ઠંડી થાય એટલે તેને સાંચામાંથી કાઢી લો અને બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો.
- જ્યારે જીરું તતડવા માંડે ત્યારે તેમા કડી પત્તા, લીલું મરચું, નાળિયેરનું દૂધ, મીઠું, લીંબુનો રસ, સાકર અને પાણીમાં ઓગળેલું કોર્નફલોર નાંખી સારી રીતે મિક્સ કરી તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સતત હલાવતા રહીં, રાંધીને બાજુ પર રાખો.