You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન રેસીપી > લીલા વટાણાની આમટી ની રેસીપી
લીલા વટાણાની આમટી ની રેસીપી

Tarla Dalal
24 March, 2025


Table of Content
લીલા વટાણાની આમટી ની રેસીપી | વટાણાની આમટી | મહારાષ્ટ્રિયન આમટી | green peas amti in Gujarati | with 29 amazing images.
લીલા વટાણાની આમટી એક ખાસ મહારાષ્ટ્રીયન વાનગી છે, જેમાં લીલા વટાણા અને ટમેટાનો ઉપયોગ થાય છે. તેમાં પારંપારીક મસાલા સાથે કાંદા અને નાળિયેરના ખમણની તાજી પેસ્ટ મેળવી તેને મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે.
લીલા વટાણાની આમટી માટે ટિપ્સ. ૧. રેસીપીમાં જણાવ્યા મુજબ તાજા ટમેટાના પલ્પનો જ ઉપયોગ કરો અને તૈયાર ટોમેટો પ્યુરીનો ઉપયોગ ન કરો. ૨. કૃપા કરીને નોંધ કરો કે આ રેસીપીમાં તાજા નાળિયેરનો જ ઉપયોગ કરે છે અને સૂકા નાળિયેરનો નહીં.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
12 Mins
Total Time
27 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
3 1/4 કપ બાફેલા લીલા વટાણા (boiled green peas)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
1 ટેબલસ્પૂન આખા ધાણા (coriander seeds)
50 મિલીમીટર તજ (cinnamon, dalchini) ટુકડો
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
3 કાળી મરી (black peppercorns (kalimirch)
6 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા, નાળિયેર, આખા ધાણા, તજ, જીરૂ, લવિંગ, કાળા મરી અને સૂકા લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા દો.
- તે ઠંડુ થાય તે પછી તેને મિક્સરમાં થોડા પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- હવે ટમેટાને મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.
- બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ એક ઊંડી કઢાઇમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા વટાણા, ટમેટાનું પલ્પ, મીઠું, અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.