You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન રેસીપી > લીલી ચટણી રેસીપી | ઢોકળા માટે લીલી ચટણી | ભારતીય નાસ્તા માટે હરી ચટણી | સેન્ડવીચ માટે લીલી ચટણી |
લીલી ચટણી રેસીપી | ઢોકળા માટે લીલી ચટણી | ભારતીય નાસ્તા માટે હરી ચટણી | સેન્ડવીચ માટે લીલી ચટણી |

Tarla Dalal
21 March, 2022


Table of Content
લીલી ચટણી રેસીપી | ઢોકળા માટે લીલી ચટણી | ભારતીય નાસ્તા માટે હરી ચટણી | સેન્ડવીચ માટે લીલી ચટણી | green chutney for dhokla in Gujarati | with 15 amazing images.
કોથમીર અને નાળિયેરની આ લીલી ચટણી તમને તાજગી આપનારી છે. તે ઢોકળા જેવી નાસ્તાની વાનગી સાથે કે કોઇ બીજી નાસ્તાની વાનગી સાથે માણી શકાય એવી મજેદાર છે.
લીલી ચટણી માટે ટિપ્સ: ૧. કોથમીરનો તાજો ગુચ્છો લો. બજારમાંથી કોથમીર ખરીદતી વખતે, ખાતરી કરો કે પાંદડા ખરાબ ન હોય અને તેમાં પીળો અથવા ભૂરા રંગનાં ચિહ્નો ન હોય. તે ઊંડા લીલા રંગના હોય. ૨. મોટા સમારેલા લીલા મરચા ઉમેરો. તમે તમારી સ્વાદની કળીઓને અનુકૂળ કરવા માટે પ્રમાણમાં વધારો અથવા ઘટાડો કરી શકો છો. ૩. તદુપરાંત, લીંબુનો રસ ઉમેરો. જો તમે લીંબુનો રસ ઉમેરશો નહીં, તો ચટણી તેનો તેજસ્વી લીલો રંગ ગુમાવશે અને ઓક્સિડેશન થવાથી રંગ ઘાટો થઈ જશે. ૪. સાકર ઉમેરો. લીલી ચટણીમાં લીંબુન ખાટા સ્વાદને સંતુલિત કરવામાં મદદ કરે છે.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Total Time
5 Mins
Makes
1 કપ માટે
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ સમારેલી કોથમીર (chopped coriander)
4 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1 ટેબલસ્પૂન સાકર (sugar)
4 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- મિક્સરમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી ચટણી તૈયાર કરો.
- આ ચટણીને હવાબંધ પાત્રમાં કાઢીને રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો