You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > પુડીંગ્સ્ > બ્રેડ ઍન્ડ બટર પુડીંગ ની રેસીપી
બ્રેડ ઍન્ડ બટર પુડીંગ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
About Bread And Butter Pudding, Eggless Bread And Butter Pudding Recipe
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
બ્રેડ બટર પુડિંગ | ઇંડા વગરનું બ્રેડ બટર પુડિંગ | કસ્ટર્ડ બ્રેડ બટર પુડિંગ | eggless bread butter pudding in gujarati | with 23 amazing images.
બ્રેડ ઍન્ડ બટર પુડીંગ એક અતિ પ્રખ્યાત બ્રીટીશ વાનગી છે જે બનાવવામાં અતિ સરળ છે. આજે પણ તે મુંબઇની ઇરાની હોટેલમાં મળતી વાનગીમાં વધુ ખપતી વાનગી રહી છે.
કસ્ટર્ડ જેવું સૉસ તૈયાર કરી બ્રેડ પર રેડી, તેને કીસમીસ અને સૂકા મેવા વડે સજાવી લીધા પછી ઉપર થોડી બ્રાઉન શુગર અને માખણ છાંટી મસ્ત મજેદાર કરકરૂં કોટીંગ મેળવવા તેને બેક કરી લો એટલે મજેદાર કસ્ટર્ડ બ્રેડ બટર પુડિંગ તૈયાર.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
12 Mins
Total Time
17 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
બ્રેડ બટર પુડિંગ માટે
3 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર
1/4 કપ સાકર (sugar)
2 કપ દૂધ (milk)
1/2 ટીસ્પૂન વેનીલા ઍક્સટ્રૅક્ટ (vanilla extract) અથવા
2 ટેબલસ્પૂન સમારેલા અખરોટ
2 ટેબલસ્પૂન સમારેલી કાળી કિસમિસ
1 ટેબલસ્પૂન બ્રાઉન શુગર
2 ટેબલસ્પૂન પીગળાવેલું માખણ (melted butter)
સજાવવા માટે
1/4 ટીસ્પૂન જાયફળનું પાવડર (nutmeg (jaiphal) powder)
વિધિ
- બ્રેડ બટર પુડિંગ બનાવવા માટે, નાના બાઉલમાં ૧/૪ કપ દૂધ સાથે કસ્ટર્ડ પાવડર ભેગું કરો.
- ૧ ૩/૪ કપ દૂધને ઊંડા નોનસ્ટીક પેનમાં ઉકાળો. સાકર ઉમેરો અને પછી ધીમે ધીમે કસ્ટર્ડ-દૂધના મિશ્રણ ઉમેરો, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધો, જેથી કોઈ ગઠ્ઠો ના રહે.
- ધીમી આંચ પર ૫ મિનિટ સુધી અથવા સૉસ ઘટ્ટ થાય અને સ્મૂધ બને ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- વેનીલા ઍક્સટ્રૅક્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. બાજુ પર રાખો.
- સ્વચ્છ, સૂકી સપાટી પર ૬ બ્રેડના ટુકડા મૂકો. દરેક સ્લાઈસની એક બાજુએ ૧/૨ ટેબલસ્પૂન માખણ લગાવો અને બ્રેડના ટુકડા કરો.
- આ ટુકડાને ઑવનપ્રુફ ૧૭૫ મી. મી. (૭”) ગોળાકારની કાંચની ડીશમાં માખણ લગાડેલો ભાગ ઉપર રહે તે રીતે ગોઠવીને બાજુ પર રાખો.
- બ્રેડના ટુકડા પર અખરોટ અને કાળી કિસમિસ નાખો અને તેની ઉપર સરખી રીતે કસ્ટર્ડ સૉસ રેડો.
- ઉપરથી બ્રાઉન શુગર સરખી રીતે નાખો અને તેના પર પીગળાવેલું માખણને સરખી રીતે રેડો.
- તેના પર જાયફળનો પાવડર સરખી રીતે છાંટો.
- પ્રી-હીટેડ ઓવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) પર ૩૫ થી ૪૦ મિનિટ માટે બેક કરો.
- ઇંડા વગરના બ્રેડ બટર પુડિંગને ગરમાગરમ પીરસો.
- આ પુડીંગ જે ડીશમાં બેક થાય છે તેમાં જ પીરસવામાં આવે છે, એટલે કાંચની ડીશનો જ ઉપયોગ કરવો, નહીં કે એલ્યુમીનીયમની ડીશનો.