You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ > ચંકી સૂપ / બ્રોથ > વેજીટેબલ બાર્લી સુપ
વેજીટેબલ બાર્લી સુપ

Tarla Dalal
02 January, 2025


Table of Content
વેજીટેબલ બાર્લી સુપ | જવનું સૂપ | પૌષ્ટિક જવનું સૂપ | vegetable barley soup in Gujarati | with step by step 30 photos.
જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ વેજીટેબલ બાર્લી સુપ બનાવવામાં કર્યો છે.
મસૂરની દાળ સાથે જવનો ઉપયોગ એટલે કઠોળ અને કડધાન્યના સંયોજન વડે બનતું આ સૂપ સંપૂર્ણ પ્રોટીન ગણાય છે, જે આપણા શાકાહારી ભોજનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પૌષ્ટિક જવનું સૂપને વિવિધ શાક વડે રંગીન અને ફાઇબરયુક્ત બનાવવામાં આવ્યું છે. અંતમાં તેની પર ભભરાવેલું મરીનું પાવડર તેને વધુ મજેદાર બનાવે છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
2 ટેબલસ્પૂન જવ , ૨ કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલા
1 ટીસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/4 કપ સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ (chopped spring onions whites)
1/4 કપ સમારેલા ગાજર (chopped carrot)
2 ટેબલસ્પૂન મસૂર , ધોઇને નીતારી લીધેલી
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/4 કપ સમારેલા લીલા કાંદાના પાન (chopped spring onion greens)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper) , સ્વાદાનુસાર
વિધિ
- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ગાજર, મસૂરની દાળ, જવ, મીઠું અને ૪ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ થી ૪ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- હવે આ જવ-મસૂર દાળનું મિશ્રણ એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાઢી તેમાં ટમેટા, લીલા કાંદાનો લીલો ભાગ, કોથમીર, થોડું મીઠું અને મરી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને એક ઉભરો આવ્યા પછી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.