You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > મનોરંજન માટેના નાસ્તા > થાઇ સબ સૅન્ડવીચ
થાઇ સબ સૅન્ડવીચ

Tarla Dalal
26 February, 2025


Table of Content
જો તમારી પસંદગીનું સૅન્ડવીચ મલાઇદાર અને આનંદ આપનારું હોય તો તમને આ થાઇ સબ સૅન્ડવીચ જાનથી પ્યારું ગણાય એવું છે. આ સૅન્ડવીચનું પૂરણ ખાસ નવીનતાભર્યું છે અને તેમાં ખાસ થાઇ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મૂળ તો તેમાં વિવિધ શાકની સાથે નાળિયેરનું દૂધ મેળવવામાં આવે છે પણ આ વાનગીમાં અમે નાળયેરના દૂધનો પાવડર મેળવ્યું છે, જેથી સૅન્ડવીચ જલદી બનાવી શકાય. સારા પ્રમાણમાં થાઇ સ્વીટ ચીલી સૉસ ઉપરાંત તેમા ઉત્તેજના પૂરવા ચીઝ તો મેળવવામાં આવ્યું છે.
તો ખાવા માટે તૈયાર થઇ જાવ આ થાઇ સબ સૅન્ડવીચ, જેને તમે મોઢામાં મૂક્શો કે વાહ અને અફલાતૂન જેવા શબ્દો જ બહાર આવશે.
થાઇ સબ સૅન્ડવીચ - Thai Sub Sandwich recipe in Gujarati
Tags
Preparation Time
20 Mins
Cooking Time
0 Mins
Total Time
20 Mins
Makes
4 સૅન્ડવીચ
સામગ્રી
થાઇ પૂરણ માટે
1/4 કપ નાળિયેરનું દૂધ
1 1/4 કપ દૂધ (milk)
1 ટેબલસ્પૂન કોર્નફલોર (cornflour)
2 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
3 કપ સમારેલી મિક્સ શાકભાજી (કાંદા , કોબી , ગાજર , સિમલા મરચાં અને બેબી કોર્ન)
1 1/2 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટીસ્પૂન આદુની પેસ્ટ (ginger (adrak) paste)
1 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
2 બૅગેટ (baguette) (દરેક ૧૨ ઇંચના)
માખણ (butter, makhan) , ચોપડવા માટે
8 ટેબલસ્પૂન સ્વીટ ચીલી સૉસ
8 ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
વિધિ
- એક ઊંડા બાઉલમાં નાળિયેરના દૂધનો પાવડર, દૂધ અને કોર્નફ્લોર મેળવી સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
- બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં બધા મિક્સ શાક મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં, આદૂની પેસ્ટ અને લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલું નાળિયેર-કોર્નફ્લોરનું મિશ્રણ તથા મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- સાફ સૂકી જગ્યા પર ફ્રેન્ચ બ્રેડ મૂકી તેના આડા બે ટુકડા કરી લો.
- બ્રેડના દરેક ટુકડા પર થોડું માખણ ચોપડી લો.
- હવે આ બ્રેડના ટુકડા બેકીંગ ટ્રે પર ગોઠવી, આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૦ મિનિટ સુધી બેક કરી લીધા પછી બાજુ પર રાખો.
- હવે આ શેકેલા બ્રેડનો નીચેનો ભાગ એક સાફ સૂકી જગ્યા પર રાખી, તેની પર ૧ ટેબલસ્પૂન થાઇ સ્વીટ ચીલી સૉસ ચોપડી લો.
- તે પછી બ્રેડ પર થાઇ પૂરણનો એક ભાગ મૂકી તેની પર ૧ ટેબલસ્પૂન થાઇ સ્વીટ ચીલી સૉસ અને ૨ ટેબલસ્પૂન ચીઝ સરખા પ્રમાણમાં પાથરી લો.
- આમ તૈયાર કરી લીધા પછી બ્રેડનો ઉપરનો ભાગ જેની પર માખણ અને સૉસ લગાડેલું હોય તે અંદર રહે તે રીતે મૂકી હલકા હાથે દબાવીને સૅન્ડવીચ તૈયાર કરો.
- રીતે ક્રમાંક ૪ થી ૬ મુજબ બીજા ૩ સૅન્ડવીચ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.