You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > તળેલા હલકા નાસ્તા > સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી
સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી

Tarla Dalal
10 October, 2016


Table of Content
ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે.
આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો અને આ પૂરી ખાવા માટે તમારું મન તમને લલચાવે તો પણ તમે કેટલી ખાઓ છો તેનું ધ્યાન રાખજો કારણ કે અહીં તે તળવામાં આવી છે.
સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી - Stuffed Cauliflower Puri recipe in Gujarati
Tags
Preparation Time
20 Mins
Cooking Time
15 Mins
Total Time
35 Mins
Makes
8 પૂરી.
સામગ્રી
પૂરી માટે
1 1/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/2 ટેબલસ્પૂન ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
3/4 કપ ખમણેલી ફૂલકોબી (grated cauliflower)
1/4 કપ ખમણેલું નાળિયેર (grated coconut)
2 ટેબલસ્પૂન શેકીને ભૂક્કો કરેલી મગફળી (roasted and crushed peanuts)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટીસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , વણવા માટે અને તળવા માટે
વિધિ
- પૂરણના ૮ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારીઓને મધ્યમાં વાળી પૂરણને સંપૂર્ણ બંધ કરી લો. તેને ફરી ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા કણિકના ભાગ અને પૂરણ વડે બીજી ૭ ભરેલી પૂરી તૈયાર કરી લો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી પૂરી નાંખી પૂરી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
- તરત જ પીરસો.