મેનુ

You are here: હોમમા> સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા રેસીપી

સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા રેસીપી

Viewed: 3412 times
User Tarla Dalal  •  Updated : Aug 06, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
ओट्स और हरे प्याज का पराठा रेसिपी - हिन्दी में पढ़ें (Spring Onion Stuffed Oats Paratha for Weight Loss in Hindi)

Table of Content

ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી | હેલ્ધી સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા | હેલ્ધી પરાઠા | spring onion stuffed oats paratha in gujarati | with 40 amazing images.

હેલ્ધી પરાઠા ઓટસ્ અને ઘઉંના લોટના સંયોજન વડે બનાવવામાં આવ્યા છે જેથી તમે ફાઇબરયુક્ત ઓટસ્ નો સ્વાદ માણવાની શરૂઆત કરી શકો. મેં આ પરોઠામાં લીલા કાંદાના પૂરણનો ઉપયોગ કર્યો છે એટલે ઓટસ્ નો કાચો સ્વાદ તેમાં ભળી જાય છે. આ પરોઠા ગરમા ગરમ જ સારા લાગશે.

ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા માટેની ટિપ્સ. ૧. જ્યારે તમે પરાઠાનું સ્ટફિંગ રાંધો ત્યારે લોટને ઢાંકણથી ઢાંકી દો. આ કણિકને સૂકવવાથી અટકાવે છે. ૨. વજન ઘટાડવા માટે હાઈ ફાઈબર ઓટ્સ પરાઠાને દહીં સાથે પીરસો. ૩. હેલ્ધી સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠાને લેહસુન કી ચટની સાથે પીરસો. ૪. ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠાને અથાણા સાથે પીરસો. ૫. તમે આ હેલ્ધી પરાઠાને અડધા ભાગમાં કાપીને પીરસી શકો છો.

 

ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી - Spring Onion Stuffed Oats Paratha for Weight Loss recipe in Gujarati

Soaking Time

0

Preparation Time

15 Mins

Cooking Time

20 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

35 Mins

Makes

6 પરોઠા માટે

સામગ્રી

ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા માટે

લીલા કાંદાના પૂરણ માટે

બીજી જરૂરી વસ્તુઓ

પીરસવા માટે

વિધિ

આગળની રીત
 

  1. કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  2. વણેલી રોટીના મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકો.
  3. મધ્યમાં બધી બાજુઓ એકસાથે લાવો અને ચુસ્તપણે સીલ કરો.
  4. ફરીથી ૧૦૦ મી. મી. (૪”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
  5. નોન-સ્ટીક તવો ગરમ કરો અને પરાઠાને ૧/૪ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  6. રીત ક્રમાંક ૧ થી ૫ પ્રમાણે બાકીના ૫ પરોઠા પણ તૈયાર કરી લો.
  7. લો ફૅટ દહીં સાથે તરત જ પીરસો.

કણિક માટે
 

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક બાંધો.
  2. લોટને ૬ સરખા ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.

લીલા કાંદાના પૂરણ માટે
 

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં જીરું ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લસણ ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તેમાં લીલા કાંદાનો લીલો ભાગ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. પૂરણને ૬ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.

સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા રેસીપી Video by Tarla Dalal

×
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 109 કૅલ
પ્રોટીન 3.8 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 18.0 ગ્રામ
ફાઇબર 3.3 ગ્રામ
ચરબી 2.9 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 7 મિલિગ્રામ

સપરઈનગ ડુંગળી સ્ટફ્ડ ઓઅટસ પરાઠા માટે વએઈગહટ લઓસસ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ