You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડ્રેસિંગ સાથે ભારતીય સલાડની વાનગીઓ | ડ્રેસિંગ સાથે શાકાહારી સલાડ | > નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી
નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી

Tarla Dalal
29 April, 2025


Table of Content
About Pear Pomegranate And Spinach Salad, Indian Pomegranate And Pear Green Salad
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી | દાડમનું સલાડ | સ્વસ્થ પાલક અને દાડમનું સલાડ | ભારતીય પાલક સલાડ | pomegranate and spinach salad recipe in Gujarati | with 23 amazing images.
જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને.
આ સ્વસ્થ પાલક અને દાડમનું સલાડને તરત જ પીરસો અને તાજા નાસપાતીના સ્વાદ સાથે ખટ્ટા-મીઠા સલાડનો સ્વાદ માણો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
2 Mins
Total Time
17 Mins
Makes
3 માત્રા માટે
સામગ્રી
નાસપાતી અને દાડમનું સલાડ બનાવવા માટે
1 1/2 કપ નાસપતીના ટુકડા
1/2 કપ દાડમ
2 1/2 કપ પાલક (spinach) , નાના ટુકડા કરેલા
3 ટેબલસ્પૂન દાડમનો રસ
1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
3/4 ટેબલસ્પૂન મધ ( Honey )
1/2 ટીસ્પૂન રાઇનો પાવડર (બજારમાં તૈયાર મળતું)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
વિધિ
નાસપાતી અને દાડમનું સલાડ બનાવવા માટે
- એક બાઉલમાં જેતૂનનું તેલ, લીંબુનો રસ, મધ, રાઇનો પાવડર, મીઠું અને મરી નાખીને બરાબર મિક્સ કરી લો. બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં પાલક, નાસપાતી, દાડમ અને દાડમના રસને ભેગું કરો અને સારી રીતે ટોસ કરો.
- તૈયાર ડ્રેસિંગ ઉમેરો અને સારી રીતે ટોસ કરો.
- તરત જ પીરસો.