પાલક અને પનીરના પરોઠા - Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha


દ્વારા

पालक पनीर पराठा रेसिपी - हिन्दी में पढ़ें (Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha in Hindi) 

Added to 418 cookbooks   This recipe has been viewed 4337 times

પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.

Add your private note

પાલક અને પનીરના પરોઠા - Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૬ પરોઠા માટે
મને બતાવો પરોઠા માટે

સામગ્રી

કણિક માટે
૧ ૧/૨ કપ મોટી સમારેલી પાલકની ભાજી
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ કપ મેંદો
૧ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ઘી

મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
૩/૪ કપ ખમણેલી ફૂલકોબી
૩/૪ કપ ભૂક્કો કરેલું પનીર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , તળવા માટે

પીરસવા માટે
તાજું દહીં
અથાણું
વિધિ
કણિક માટે

    કણિક માટે
  1. પાલક, લીબુંનો રસ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી મિક્સરમાં સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો.
  2. એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું, ઘી અને તૈયાર કરેલી પાલકની પ્યુરી મેળવી થોડા જરૂરી પાણી સાથે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
  3. આ કણિકને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. તૈયાર કરેલી કણિક અને તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડો.
  2. કણિકના એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
  3. તે પછી પૂરણનો એક ભાગ તેના અડધા ભાગ પર મૂકી બીજો અડધો ભાગ વાળીને અર્ધગોળાકાર રીતે વાળી લો.
  4. એક નૉન-સ્ટીક તવા ને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બાકીના ૫ પરોઠા તૈયાર કરો.
  6. દહીં અથવા મનપસંદ અથાણાં સાથે તરત જ પીરસો.
Accompaniments

RECIPE SOURCE : Desi Khana - GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews