You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા
મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા

Tarla Dalal
02 January, 2025
-14724.webp)

Table of Content
મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા | makhmali paneer tikka made in oven in gujarati | with amazing 16 images.
મખમલી પનીર ટીક્કા એ ખૂબ જ પ્રખ્યાત મલાઈ પનીર ટીક્કા ની વિવિધતા છે. તેના નામની સાચી હકીકત એ છે, કે માખમાળી પનીર ટીક્કા, પનીરની સ્ટાર્ટર રેસીપી જે મોં માં મુકતા જ ઓગળી જાય છે.
હિન્દી શબ્દ મખમલી નરમ માટે વપરાય છે. મસાલાનું સંપૂર્ણ મિશ્રણ અને સ્મોકી સ્વાદ સાથે મરીનીટેડ અને રાંધેલા પનીરનું વર્ણન મખમલી પનીર ટીક્કામાં કરવા માટે ખૂબ સરસ છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Total Time
20 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
મખમલી પનીર ટીક્કા બનાવવા માટે
3 કપ પનીર (paneer, cottage cheese) , ૫૦ મી.મી.ના ચોરસ ટુકડામાં કાપી લો
મખમાળી પનીર ટીક્કા માટે મિક્સ કરીને મરીનેડ બનાવવા માટે
3/4 કપ ચક્કો દહીં
1/4 કપ ચીઝ સ્પ્રેડ
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
2 ટેબલસ્પૂન કાજૂનો પાવડર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- મખમલી પનીર ટીક્કાની રેસીપી બનાવવા માટે, પનીરના ચોરસ ટુકડાને તૈયાર કરેલા મરીનેડ સાથે ભેળો અને હળવા હાથે પનીરના ટુકડાને બધી બાજુઓથી સરખી રીતે કોટ થાય ત્યાં સુધી ટૉસ કરી લો. ૧૫ મિનિટ માટે એક બાજુ પર રાખો.
- પનીરના ટુકડા વાયર રેક પર આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર પનીર થાય ત્યાં સુધી ગ્રિલ કરી લો (આશરે ૧૫ મિનિટ).
- મખમલી પનીર ટીક્કા ને ઑવન માંથી કાઢીને ગરમ પીરસો.