You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > શરબત > પીણાં > કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના
કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના

Tarla Dalal
02 January, 2025


Table of Content
કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના | kairi ka pani recipe in gujarati |
એક ઉત્તમ ઉનાળાનુ કૂલર. ભારતના મોટાભાગના અન્ય પ્રદેશોમાં તેને આમ પન્ના પણ કહેવામાં આવે છે. બાફેલી કાચી કેરીથી બનેલી સ્વાદિષ્ટ રેસિપીમાં કાળુ મીઠુ, જીરું અને આદુનો પાવડર ઉમેરવામાં આવે છે.
આ કૈરી કા પાની એક ઠંડુ પીણું છે જે ઉનાળા દરમિયાન માનવ શરીરને પ્રદેશમાં પડેલા તીવ્ર તાપને અને ડિહાઇડ્રેશન ને દૂર કરવા પીવા માં આવે છે.
Tags
Preparation Time
25 Mins
Cooking Time
30 Mins
Total Time
55 Mins
Makes
5 માત્રા માટે
સામગ્રી
કેરી કા પાની ની રેસીપી બનાવવા માટે
2 કાચી કેરી (છાલ કાઢ્યા વગરની)
3/4 કપ પીસેલી સાકર
1 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
1/4 ટીસ્પૂન સૂંઠ (dried ginger powder (sonth)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં કાચી કેરી અને પૂરતું પાણી નાખી, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૩૦ મિનિટ સુધી અથવા નરમ થાય ત્યાં સુધી રાંધી લો.
- બધુ પાણી ગાળી લો, તેને થોડુંક ઠંડુ થવા દો, કેરીની છાલ કાઢી લો અને સાથે કેરીનો પણ પલ્પ કાઢો.
- કેરી ના પલ્પને એક ઊંડા બાઉલમાં નાખો, તેમાં પીસેલી સાકર, જીરા પાવડર, કાળુ મીઠું (સંચળ), સૂંઠ અને મીઠું નાખો અને બરાબર મિક્ષ કરો.
- બટાકાના માશરનો ઉપયોગ કરીને તેને સારી રીતે મેશ કરો.
- ઊંડા બાઉલમાં કાચી કેરીનું મિશ્રણ અને ૪ ૧/૨ કપ પાણી ભેગું કરી, સારી રીતે મિક્ષ કરી દો.
- ઓછામાં ઓછા ૧ કલાક માટે રેફ્રિજરેટ કરો.
- 7. ૬ અલગ-અલગ ગ્લાસમાં સમાન પ્રમાણમાં રેડો અને ઠંડુ પીરસો.