You are here: હોમમા> વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્ > હોમ-મેડ સિનેમન રોલ
હોમ-મેડ સિનેમન રોલ

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ સિનેમન રોલ આપણી આજુબાજુની બેકરીમાં મળતા સિનેમન બન કરતાં અધિક સ્વાદિષ્ટ છે એટલે તે તમને જરૂર નવાઇજનક લાગશે. આ હોમ-મેડ સિનેમન રોલમાં કણિકની વચ્ચમાં સિનેમનનું આઇસીંગ પાથરી તેને બેક કરવામાં આવ્યા છે. આ નરમ અને ફૂલેલા રોલને ચાખતા તેનું મલાઇદાર અને તજ ભર્યું સ્વાદ તમારી સ્વાદેન્દ્રિયને રૂચિકારક લાગશે અને તમે જરૂરથી આનંદીત થઇ જશો. આ લહેજતદાર સિનેમન રોલને ગરમા-ગરમ ચહા અથવા કોફી સાથે પીરસો. આવી જ બીજી બ્રેડની વાનગી બ્રેડ રોલ અથવા થાઇ કરી બ્રેડ રોલનો સ્વાદ પણ તમે માણી શકો છો.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
2 Mins
Total Time
7 Mins
Makes
13 રોલ માટે્સ
સામગ્રી
Main Ingredients
1 1/2 ટીસ્પૂન ઇન્સ્ટન્ટ સૂકું ખમીર
2 ટીસ્પૂન સાકર (sugar)
1/4 કપ માખણ (butter, makhan)
1/2 કપ દૂધ (milk)
1 1/2 કપ મેંદો (plain flour , maida)
1 ટેબલસ્પૂન પીગળાવેલું માખણ (melted butter) , ચોપડવા માટે
મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
1/2 કપ નરમ માખણ
2 ટીસ્પૂન તજનો પાવડર (cinnamon (dalchini) powder)
1/2 કપ બ્રાઉન શુગર
વિધિ
- એક બાઉલમાં ૨ ટેબલસ્પૂન હુંફાળા ગરમ પાણીમાં ખમીર અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- એક સૉસ-પૅનમાં માખણ અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને થોડું ઠંડું થવા દો.
- હવે મેંદો, માખણ-દૂધનું મિશ્રણ, ખમીર અને સાકરનું મિશ્રણ અને મીઠું મેળવી જરાપણ પાણીનો ઉપયોગ ન કરતાં સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૧ કલાક સુધી બાજુ પર રાખો.
- તે પછી તેને ગુંદીને ૩૦૦ મી. મી. (૧૨”)ના લાંબા અને ૨૨૫ મી. મી. (૯”)ના પહોળા લંબચોરસ આકારમાં વણી લો.
- તેની પર તૈયાર કરેલું પૂરણ એવી રીતે પાથરો કે તેની દરેક બાજુએ ૧/૨” ની જગ્યા રહે.
- હવે તેની લાંબી બાજુએ વાળીને તેની બીજી બાજુ સુધી લઇ જઇ રોલ તૈયાર કરો.
- આ રોલના ચપ્પુથી ૧૩ સરખા ભાગ પાડો.
- આ રોલના ટુકડાઓને ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર કેક ટ્રે માં ગોઠવી લો.
- આ ટ્રે ને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૩૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
- હવે આ ટ્રે ને આગળથી ગરમ કરેલા ઑવનમાં મૂકી ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરી લો.
- તે પછી તેને થોડા ઠંડા પાડી દરેક રોલને ચપ્પુ વડે છુટા પાડી ટ્રેમાંથી બહાર કાઢી લો.
- તે પછી તેની પર બ્રશ વડે પીગળાવેલું માખણ સરખી રીતે લગાડી લો.
- તરત જ પીરસો.