મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  રાજસ્થાની વ્યંજન | રાજસ્થાની વાનગીઓ | રાજસ્થાની રેસિપી | >  ઘઉંની બીકાનેરી ખીચડી

ઘઉંની બીકાનેરી ખીચડી

Viewed: 20111 times
User 

Tarla Dalal

 08 July, 2021

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
हेल्दी गेहूं की बिकानेरी खिचड़ी रेसिपी - हिन्दी में पढ़ें (Gehun ki Bikaneri Khichdi for Diabetes, Whole Wheat Khichdi in Hindi)

Table of Content

દીલને ખુશ કરતી આ રાજસ્થાની ઘઉંની બીકાનેરી ખીચડી એવી સ્વાદિષ્ટ અને ભપકાદાર છે કે તે તમને સંપૂર્ણ જમણનો અહેસાસ અપાવશે. 

 

ચોખાના બદલે ઘઉંનો ઉપયોગ આ ખીચડીમાં ફાઇબર અને લોહતત્વનો ઉમેરો કરે છે, જ્યારે તેમાં સમાન પ્રમાણમાં ઘી અને તેલનો ઉપયોગ તેની પારંપારિક્તા જાળવીને તેમાં ચરબીના પ્રમાણને ઓછું કરે છે. જો તમને આ વાનગીમાં ઘીનો ઉપયોગ ન કરવો હોય, અને તમને વધુ કોલેસ્ટ્રોલ હોય તો તેમાં ૨ ટીસ્પૂન તેલનો ઉપયાગ કરી શકો છો.

 

Soaking Time

0

Preparation Time

5 Mins

Cooking Time

20 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

25 Mins

Makes

6 માત્રા માટે

સામગ્રી

વિધિ
  1. ઘઉંને ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. પછી પાણીનો ઉપયોગ કર્યા વગર તેને મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  3. મગની દાળને સાફ કરી ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  4. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ, લીલા મરચાં અને હીંગ મેળવો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં પીસેલા ઘઉં અને મગની દાળ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં ૩ ૧/૨ કપ ગરમ પાણી, મીઠું અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૬ સીટી સુધી બાફી લો.
  7. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી લો.
  8. લૉ ફેટ દહીં સાથે તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ