You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > રોટી / પૂરી / પરોઠા > કોબીને કાંદાની રોટી ની રેસીપી
કોબીને કાંદાની રોટી ની રેસીપી

Tarla Dalal
24 February, 2025


Table of Content
બહુ સાદી અને સામાન્ય વસ્તુઓ વડે બનતી આ પાતળી અને નાજુક રોટી ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ માફક આવે એવી છે.
કરકરી કોબી અને કાંદા સાથે તેજ સુગંધ ધરાવનાર લસણ અને લીલા મરચાં આ કોબી અને કાંદાની રોટીને એવી સ્વાદિષ્ટ બનાવે છે કે મોઢામાંથી લાળ બહાર આવી જાય. લસણ અને કાંદા આ રોટીમાં સુગંધ સાથે તેને બનાવવામાં મદદરૂપ તો છે એ ઉપરાંત તે હ્રદયની તકલીફ ધરાવનાર તથા રક્તના ઉંચા દાબ ધરાવનાર લોકોને માટે અતિ ફાયદાકારક છે.
કોબીને કાંદાની રોટી ની રેસીપી - Cabbage and Onion Roti, Low Salt Recipe in Gujarati
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
6 રોટી માટે
સામગ્રી
કોબીને કાંદાની રોટી ની રેસીપી બનાવવા માટે
1/4 કપ સમારેલી કોબી (chopped cabbage)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 ટીસ્પૂન મીઠું (salt)
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
1 1/2 ટીસ્પૂન તેલ ( oil ) , રાંધવા માટે
વિધિ
- કોબીને કાંદાની ની રોટી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી ઉમેરી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લો.
- આ કણિકના 6 સરખા ભાગ પાડી લો.
- દરેક ભાગને 150 મી. મી. (6")ના વ્યાસના ગોળાકારમાં સૂકા ઘંઉના લોટની મદદથી વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર વણેલી રોટલીને મૂકી ¼ ટીસ્પૂન તેલની મદદથી મધ્યમ તાપ પર તેની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક 3 અને 4 મુજબ બીજી 5 રોટી તૈયાર કરી લો.
- તરત જ પીરસો.