મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | >  ભીંડી પકોડા

ભીંડી પકોડા

Viewed: 6551 times
User 

Tarla Dalal

 24 February, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Bhindi Pakora, Bhindi Pakoda - Read in English
भिंडी पकोड़ा रेसिपी | भिंडी पकोरा | भिंडी पकौड़ा - हिन्दी में पढ़ें (Bhindi Pakora, Bhindi Pakoda in Hindi)

Table of Content

ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora in Gujarati | with 17 amazing images.

ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ચીકણા લાગતા ભીંડા વડે ઘણી કરકરી ને મજેદાર નાસ્તાની વાનગી બનાવી શકાય છે.

આજે પણ તામીલનાડુમાં સમજદાર લોકો તેમના ઢોસાનો ખીરામાં થોડા સમારેલા ભીંડા ઉમેરે છે જેથી આકર્ષક ગોલ્ડન બ્રાઉન ઢોસા તૈયાર થાય અને થોડા કરકરા પણ બને છે. અહીં અમે પણ આવી જ રીતે ભીંડા વડે કરકરા અને સ્વાદિષ્ટ ભીંડી પકોડા બનાવ્યા છે. આ એક અસામાન્ય વાનગીનો સ્વાદ એવો મજેદાર છે કે તે ઘણા લોકોનું દીલ જીતી લે એવા તૈયાર થાય છે.

આ પકોડાનું મુખ્ય રહસ્ય છે તેની પાણીનો ઉપયોગ કર્યા વગરની બનતી કણિક. કણિક તૈયાર કરતી વખતે લોટની સાથે ભીંડાની ચીકાશ અને તેલની ચીકાશ ભળતા લોટને દબાવીને નીચોવવાથી કણિક આપો આપ બંધાઇ જાય છે. એક વખત પકોડા તળી લીધા પછી પકોડા પર થોડો ચાટ મસાલો છાંટીને ગરમ ગરમ પકોડા ચહા સાથે પીરસો.

આવી જ બીજી વાનગીઓ એટલે ગોબી પકોડા કે પનીર પકોડા પણ અજમાવવા જેવા છે.

 

ભીંડી પકોડા - Bhindi Pakora, Bhindi Pakoda recipe in Gujarati

Preparation Time

15 Mins

Cooking Time

15 Mins

Total Time

30 Mins

Makes

3 માત્રા માટે

સામગ્રી

વિધિ

  1. એક ઊંડા બાઉલમાં તેલ અને ચાટ મસાલા સીવાયની બાકીની બીજી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લીધા પછી થોડા પણ પાણીનો ઉપયોગ ન કરતાં તેનો એક વખત થોડો થોડો ભાગ લઇને દબાવીને નિચોવી લેવું
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, થોડું- થોડું મિશ્રણ તમારી આંગળીઓ વડે તેલમાં પાડીને મધ્યમ તાપ પર પકોડા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારીને ટીશ્યુ પેપર પર કાઢી લો.
  3. પકોડા પર ચાટ મસાલો ભભરાવીને હલકા હાથે મિક્સ કરી લો.
  4. ચહા સાથે તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ