You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > મસાલા પરોઠા
મસાલા પરોઠા

Tarla Dalal
21 May, 2024


Table of Content
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
20 Mins
Total Time
40 Mins
Makes
10 પરોઠા માટે
સામગ્રી
કણિક માટે
3/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1 ટેબલસ્પૂન ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મસાલા માટે (પૂરણ માટે)
2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
4 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
2 તજ (cinnamon, dalchini) નાના ટુકડા
પૂરણ માટે
4 ટેબલસ્પૂન ખસખસ (poppy seeds, khus-khus)
2 ટીસ્પૂન ઘી (ghee)
1/2 ટીસ્પૂન કલોંજી (nigella seeds, kalonji)
1/2 ટીસ્પૂન સૂંઠ (dried ginger powder (sonth)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
ઘી (ghee) , રાંધવા માટે
વિધિ
- તૈયાર કરેલી કણિકનાં એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
- પછી તેની પર ૧ ટીસ્પૂન જેટલું પૂરણ તેના અડધા ભાગ પર મૂકી બાકીનો અડધો ભાગ તેની પર વાળી અર્ધગોળાકાર બનાવો. હવે આ અર્ધગોળાકાર પર ફરી ૧ ટીસ્પૂન જેટલું પૂરણ મૂકી તેને ફરી વાળીને પા ભાગનો આકાર આપો. તેની કીનારીઓને હળવેથી દબાવી લો જેથી પૂરણ બહાર ન આવે.
- તેને ફરીથી ઘઉંના લોટની મદદથી ત્રિકોણ આકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૧ થી ૪ પ્રમાણે બાકીના ૯ પરોઠા તૈયાર કરો.
- ગરમ ગરમ પીરસો.
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરી, તેને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- તે પછી તેને ફરી ગૂંદીને તેના ૧૦ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- ખસખસને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવો.
- તે પછી તેમાં પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કલોંજી અને સૂંઠ મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ખસખસની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સતત હલાવતાં રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
- એક ગરમ તવા પર મધ્યમ તાપ પર બધી સામગ્રી ભેગી કરી ૧ મિનિટ સુધી શેકી લો.
- તેને ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવી બાજુ પર રાખો.