You are here: હોમમા> વિવિધ વ્યંજન > ફ્રેન્ચ વ્યંજન > ફ્રેન્ચ ડૅઝર્ટસ્ > મૅન્ગો સૂફલે ની રેસીપી
મૅન્ગો સૂફલે ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
સૂફલે એક સરસ ફ્રેન્ચ ડેઝર્ટ છે, જે મજેદાર ક્રીમી અને કલ્પના ન આવે એવું હલકું હોય છે. આમ તો પારંપારિક રીતે સૂફલેમાં ઇંડાનો ઉપયોગ થાય છે, પણ અહીં અમે ઇંડા વગરનું એવું જ હલકા વજનનું સૂફલે બનાવવાની રીત રજૂ કરી છે.
વેજીટેરીયન જીલેટીન પાવડર આ સૂફલેમાં ખાસ અગત્યનું ભાગ ધરાવે છે. આ ઇંડા રહિત મૅન્ગો સૂફલેની બે ખાસ ગણી શકાય એવી ખાસિયત છે એટલે તેનો વિશિષ્ટ આંબાનો સ્વાદ અને તેની અલૌકિક બનાવટ, જે તમારા આતિથેયની સરખામણીમાં જરા પણ ઓછી નહીં ગણાય.
ભીડ-આનંદદાયક મીઠાઈઓની જેમ તમારા પાર્ટી મેનૂને સમાપ્ત કરો જેમ કે ક્વીક તીરામીસુ અને એગલેસ ચોકલેટ પુડીંગ.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Total Time
5 Mins
Makes
10 માત્રા માટે
સામગ્રી
મૅન્ગો સૂફલે ની રેસીપી બનાવવા માટે
1 1/2 કપ કેરીનો પલ્પ
1 કપ ફીણીયા વગરનું વ્હીપ્ડ ક્રીમ
2 ટીસ્પૂન આઇસિંગ શુગર
1 1/2 ટેબલસ્પૂન શાકાહારી જિલેટીન પાવડર (veg gelatin powder)
મૅન્ગો સૂફલેની સજાવવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં ફીણેલી મલાઇ તથા આઇસિંગ શુગર મિક્સ કરી ઇલેટ્રીક બીટર વડે બીટ (beat) કરી બાજુ પર રાખો.
- બીજા એક ઊંડા બાઉલમાં કેરીનો પલ્પ રેડી તેને પણ ઇલેટ્રીક બીટર વડે એક મિનિટ સુધી બીટ (beat) કરી લો.
- તે જ રીતે બીજા એક બાઉલમાં જીલેટીન પાવડર અને ૪ ટેબલસ્પૂન ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને કેરીના પલ્પ સાથે મેળવી ફરીથી ઇલેટ્રીક બીટર વડે એક મિનિટ સુધી બીટ (beat) કરી લો.
- તે પછી તેમાં બીટન વ્હીપ્ડ ક્રીમ મેળવી ચપટા ચમચા (spatula) વડે હળવેથી વાળી લો.
- હવે તૈયાર થયેલા મિશ્રણને ૧૦ ગ્લાસમાં અથવા બાઉલમાં સરખાં પ્રમાણમાં રેડી લો અને તેને રેફ્રીજરેટરમાં ૨ કલાક સુધી અથવા બરોબર જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
- પાકી કેરીના ટુકડા વડે સજાવીને મૅન્ગો સૂફલે ઠંડું પીરસો.