You are here: હોમમા> વિવિધ વ્યંજન > મેક્સીકન ક્રૅપ્સ્ > ક્રૅપ્સ્
ક્રૅપ્સ્

Tarla Dalal
12 March, 2017
-10077.webp)

Table of Content
ક્રૅપ્સ્ પાતળા પૅનકેક છે, તેની સરસ નરમ બનાવટના કારણે તેને મજેદાર ડેઝર્ટ બનાવવા માટે આદર્શ ગણી શકાય છે.
તેની પર હુંફાળું સૉસ અને આઇસક્રીમ પાથરીને અથવા તેને ક્રીમ અને ફ્રુટમાં વાળીને કે પછી તમારી મનગમતી રીતે તેનો ઉપયોગ કરી મજેદાર વાનગીઓ બનાવીને તેનો આનંદ માણો.
ક્રૅપ્સ્ - Crêpes, Eggless Sweet Crêpes for Dessert recipe in Gujarati
Tags
Preparation Time
5 Mins
Cooking Time
3 Mins
Total Time
8 Mins
Makes
6 ક્રૅપ્સ્
સામગ્રી
Main Ingredients
1/4 કપ મેંદો (plain flour , maida)
1/4 કપ કોર્નફલોર (cornflour)
1/4 કપ દૂધ (milk)
2 ટેબલસ્પૂન પીસેલી સાકર (powdered sugar)
1 ટીસ્પૂન પીગળાવેલું માખણ (melted butter)
એક ચપટીભર મીઠું (salt)
માખણ (butter, makhan) , સજાવવા માટે અને રાંધવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, દૂધ, સાકર, માખણ, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી વ્હીસ્ક (whisk) વડે તેને મિક્સ કરી લો.
- એક ૧૫૦ મી. મી. (૬”)ના ગોળકાર નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં બ્રશ વડે માખણ ચોપડી થોડું ઠંડું કર્યા પછી તેમાં એક મોટો ચમચો ભરી ખીરૂ રેડી એક બાજુએથી નમાવીને ૧૫૦ મી. મી. (૬”)નો ગોળકાર બનાવો.
- હવે તેની બન્ને બાજુએ હલ્કા ગુલાબી ધાબા દેખાય ત્યાં સુધી થોડા માખણ વડે શેકી લો.
- આ જ રીતે બાકીના ખીરા વડે વધુ ૫ ક્રૅપ્સ્ તૈયાર કરો.
- જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.