મેનુ

You are here: હોમમા> દહીં શોરબા રેસીપી

દહીં શોરબા રેસીપી

Viewed: 1988 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
कर्ड शोरबा रेसिपी - हिन्दी में पढ़ें (Curd Shorba ( Low Calorie Healthy Cooking) in Hindi)

Table of Content

દહીં શોરબા રેસીપી | ભારતીય કર્ડ શોરબા | દહીં સૂપ | પંજાબી દહી ના શોરબા | curd shorba recipe in hindi | with 29 amazing images.

દહીં શોરબા એ ઉત્તર ભારતીય કરી રેસીપી છે. તે સુગંધિત અને સ્વાદિષ્ટ મસાલાઓ સાથે દહીંમાંથી મેળવેલો ખાટો સ્વાદ ધરાવે છે.

એક નવિન પ્રકારનું ભારતીય કર્ડ શોરબા, કર્ડ શોરબા, આમ તો આરોગ્યવર્ધક કઢીનું રૂપાંતર જ ગણી શકાય જે પચવામાં હલકું અને તાજગીભર્યું છે. એની ખુશ્બુ અને સ્વાદ ગમી જાય એવું હોવાથી જ્યારે તમે થાકેલા હો, અને જોમવાળું પીવાની ઈચ્છા કરો ત્યારે આ કર્ડ શોરબા તમને આરામદાયક પૂરવાર થશે.

દહીં શોરબા બનાવવા માટેની ટિપ્સ: ૧. દૂધ ઉમેરતા પહેલા ગેસને ઓછી કરવાની ખાતરી કરો, નહીં તો શોરબા ફાટી શકે છે. ૨. દહીંના શોરબાને તમારી પસંદગીના રોટલી અથવા ભાત સાથે ગરમ પીરસવામાં આવે છે. ૩. સમારેલા લીલા મરચાને બદલે તમે મરચાની પેસ્ટ ઉમેરી શકો છો.

Preparation Time

10 Mins

Cooking Time

6 Mins

Total Time

16 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ
દહીં શોરબા બનાવવા માટે
  1. દહીંના શોરબા બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહીં, હળદર અને ચણાનો લોટને ભેગું કરો અને જ્યાં સુધી ગાંગળા ન રહે ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો.
  2. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં અને આદુ ઉમેરીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. કાંદા ઉમેરીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તેમાં દહીં-બેસનનું મિશ્રણ, દૂધ અને ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. કાકડી, ટામેટાં અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપ પર થોડીવાર હલાવતા રહી બીજી મિનિટ સુધી રાંધી લો.
  7. દહીં શોરબાને તરત જ કોથમીરની સ્પ્રિગથી સજાવી પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ