You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનરમાં ખવાતા સલાડ > ફ્રેન્ચ વ્યંજન > ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી
ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી

Tarla Dalal
23 June, 2022


Table of Content
ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | carrot and date salad in gujarati | with 21 amazing images.
ગાજરના કચુંબરનો દેખાવ સુધારવા માટે તેને સલાડના પાન માં પીરસવામાં આવે છે, સાથે સલાડના પાન તેને એક સરસ સ્વાદ પણ આપે છે. ખજૂર અને શેકેલા બદામની સજાવટ એક માસ્ટરસ્ટ્રોક છે, જે આ કચુંબરની રચના અને સ્વાદની શ્રેણીને વધારે છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
0 Mins
Total Time
15 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે
1 કપ ખમણેલું ગાજર (grated carrot)
1/3 કપ સમારેલી ખજૂર (chopped dates)
2 ટેબલસ્પૂન સમારીને શેકેલી બદામ (chopped and roasted almonds)
ડ્રેસિંગ માટે
2 ટેબલસ્પૂન લીંબુ (lemon)
વિધિ
- ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે, ગાજરને બરફના-ઠંડા પાણીમાં ૧૦ મિનિટ માટે મૂકો. સારી રીતે ગાળી લો.
- સલાડના પાનને ૧૦ મિનિટ માટે બરફના-ઠંડા પાણીમાં મૂકો. સારી રીતે ગાળી લો.
- સલાડના પાનને બાઉલનો આકાર આપી સર્વિંગ પ્લેટ તૈયાર કરો.
- પાનના વચ્ચે ખમણેલું ગાજર ફેલાવો.
- સમારેલી ખજૂર અને સમારીને શેકેલી બદામને ગાજર ઉપર છંટકાવ કરો.
- તેને ફ્રીજમાં રાખો.
- એક અલગ બાઉલમાં ડ્રેસિંગ સાથે ગાજર અને ખજૂરના સલાડને ઠંડુ પીરસો.