વારકી પરોઠા | Varkey Paratha ( Roti and Subzis)
તરલા દલાલ દ્વારા
वारकी पराठा - हिन्दी में पढ़ें (Varkey Paratha ( Roti and Subzis) in Hindi)
Added to 143 cookbooks
This recipe has been viewed 4429 times
આ વારકી પરોઠા પોતાની રીતે અનોખી વાનગી છે જે તમે ક્યારે સાંભળી અથવા અજમાવી નહીં હોય, પણ અહીં તમને આ તક મળે છે આ વિશિષ્ટ કારીગરી વાળી વાનગી બનાવવાની. ઘઉંની રોટીમાં ચોખાના લોટની પેસ્ટ ચોપડી, તેના પડ બનાવી વણીને ઘી વડે કરકરી રાંધવામાં આવી છે. ઠંડીના દિવસોમાં ઉપયુક્ત આ પરોઠા તમને પ્રખ્યાત ઉટી વારકેની યાદ જરૂર કરાવશે.
Add your private note
વારકી પરોઠા - Varkey Paratha ( Roti and Subzis) recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૧૦ પરોઠા માટે
Method- એક બાઉલમાં ચોખાનો લોટ અને ઘી મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળી પેસ્ટ બનાવી બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, દૂધ અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે ગુંદીને સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ૨૫૦ મી. મી. (૧૦”)ના ગોળાકારમાં થોડા મેંદાના લોટની મદદથી વણી લો.
- એક સીધી સપાટી પર એક રોટી મૂકી તેની પર તૈયાર કરેલી ચોખાના લોટની પેસ્ટ પાથરો.
- તે પછી તેની ઉપર બીજી એક રોટી મૂકો. આ રીતે બધી ૧૦ રોટી એકની પર એક મૂકી વચ્ચે ચોખાના લોટની પેસ્ટ લગાડતા રહેવું. ધ્યાન રાખો કે છેલ્લી ઉપરની રોટી પર પણ ચોખાના લોટની પેસ્ટ પાથરવી.
- પછી તેને એક ખૂણેથી બીજા ખૂણા સુધી સખત રીતે રોલ કરી લો અને તેના ૧૦ સરખા ભાગ પાડી લો.
- આમ તૈયાર થયેલો એક ભાગ તમારી હથેળીમાં દબાવીને ફરી ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર એક પરોઠો મૂકી થોડા ઘીની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૭ અને ૮ પ્રમાણે બીજા ૯ પણ પરોઠા તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
વારકી પરોઠા has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Loves Food,
January 17, 2013
This is a super rich, thick and yummy paratha. Good for a lazy Sunday and it can be had by itself. I had 3 parathas at one go and that was like a meal by itself.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe