You are here: હોમમા> ઉત્તપમ પિઝા રેસીપી
ઉત્તપમ પિઝા રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ઉત્તપમ પિઝા રેસીપી | તવા ઉત્તપમ પિઝા રેસીપી | ઢોસા બેટર સાથે ઉત્તપમ પિઝા | વેજીટેબલ ઉત્તપમ પિઝા રેસીપી | uttapam pizza in gujarati | with 11 amazing images.
અમારી સરળ ઉત્તપમ પિઝા રેસીપી ઢોસાના ખીરાથી બનાવવામાં આવે છે અને તેથી ઢોસા બેટર સાથે ઉત્તપમ પિઝા કહેવામાં આવે છે. ચીઝ, પિઝા સોસ સિવાય, અમે આ વેજીટેબલ ઉત્તપમ પિઝામાં કાંદા અને સિમલા મરચાં ઉમેરી દીધા છે.
વઘેલા ઉત્તપમને ઉપયોગ કરવાની મઝાની રીત! ઉત્તપમ પિઝા એટલો સ્વાદિષ્ટ છે કે તમારા બાળકો ઇચ્છે છે કે દર વખતે તમે ડોસાના ખીરાથી તમે આ પિઝા બનાવો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
3 ઉત્તપમ પિઝા
સામગ્રી
ઉત્તપમ પિઝા માટે
1 કપ ઢોસાનું ખીરું
6 ટેબલસ્પૂન પીઝા સૉસ
1 1/2 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા માટે
1/2 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1/2 કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં (sliced capsicum)
6 ટેબલસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ
વિધિ
- ઉત્તપમ પિઝા બનાવવા માટે, એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને ૧/૨ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને ગ્રીસ કરો.
- એક ચમચા જેટલું ખીરૂ રેડવું અને ૧૫૦ મી. મી. (૬”)નો ઉત્તપમ બનાવવા માટે ગોળાકાર ગતિમાં ફેલાવો અને બંને બાજુથી આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બંને બાજુ થી રાંધી લો.
- સ્વચ્છ, સૂકી જગ્યા પર ઉત્તપમ મૂકો, તેના ઉપર ૨ ટેબલસ્પૂન પિઝા સૉસ નાંખો અને તેને સરખી રીતે ફેલાવો.
- તેની ઉપર થોડા કાંદા અને સિમલા મરચાં ફેલાવો.
- અંતમાં તેના પર સરખે ભાગે ૨ ટેબલસ્પૂન ચીઝ ફેલાવો.
- એક નોન-સ્ટીક તવાને ગરમ કરો, તેના પર ઉત્તપમ પિઝા રાખો, ઢાંકણથી ઢાંકીને ધીમા તાપ પર ૩ મિનિટ સુધી અથવા ચીઝ ઓગળે ત્યાં સુધી પકાવો.
- રીત ક્રમાંક ૧ થી ૬ મુજબ વધુ ૨ ઉત્તપમ પિઝા તૈયાર કરો.
- ઉત્તપમ પિઝાને ૪ સમાન ટુકડાઓમાં કાપો અને તરત જ પીરસો.