You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > પુડીંગ્સ્ > સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ
સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ

Tarla Dalal
02 January, 2025


Table of Content
સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી હોય છે. ખરેખર તો આ પુડિંગમાં બ્રેડ ક્રમ્બસ, ઇંડા અને મેંદા વડે એક રસદાર અને સ્વાદિષ્ટ પુડિંગ તૈયાર થાય છે કે તમે તેના બંધાણી બની જાવ તો પણ નવાઇ નહીં લાગ શે. આ સ્ટીમ્ડ પુડિંગને જે અસાધારણ સ્વાદ ને સુવાસ મળે છે તે તેમાં વપરાયેલા મસાલા અને બીજી વસ્તુઓ જેવી કે લીંબુની છાલ, સંતરાની છાલ, સૂંઠ પાવડર અને તજ પાવડર વડે મળી રહે છે. વરસના અંતે નાતાલની ઉજવણી માટે બનાવવામાં આવતી આ વાનગી, સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગમાં ઇંડા એક જરૂરી સામગ્રી ગણાય છે. અહીં અમે તેમાં સૂકા મેવા ઉમેરીને એક એક ઘુંટડે કરકરો સ્વાદ આપતી આ સ્ટીમડ્ ક્રિસ્મસ પુડિંગની રીત રજૂ કરી છે. આ પુડિંગની એક અલગ જ સુવાસ છે જેની મીઠાશ, વિશિષ્ટતાથી ભરપુર છે જે તેમાં ઉમેરવામાં આવેલી વિવિધ વસ્તુઓ વડે મળે છે. આ પુડિંગ તમને આઇસક્રીમ સાથે મજેદાર સ્વાદનો અનુભવ કરાવશે.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
12 Mins
Total Time
32 Mins
Makes
5 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/4 કપ માખણ (butter, makhan)
1/4 કપ પીસેલી સાકર (powdered sugar)
1/4 કપ બ્રેડ ક્રમ્બ્સ
1/4 કપ સમારેલી ખજૂર (chopped dates)
1/4 કપ કિસમિસ
1/4 કપ સમારેલા કાજૂ (chopped cashew nut)
1/4 કપ સમારેલા કૅન્ડીડ પીલ્સ્
1 ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ
1/2 ટીસ્પૂન લીંબુની રાઇન્ડ
2 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
1 ટીસ્પૂન બેકિંગ પાવડર
1/2 ટીસ્પૂન સૂંઠ (dried ginger powder (sonth)
1/2 ટીસ્પૂન તજનો પાવડર (cinnamon (dalchini) powder)
1 ટેબલસ્પૂન સાકર (sugar)
પીરસવા માટ
વિધિ
- બે અલગ બાઉલમાં ઇંડાનો સફેદ ભાગ તથા તેનો પીળો ભાગ અલગ અલગ રાખી, પીળા ભાગના બાઉલને બાજુ પર રાખો.
- ઇંડાના સફેદ ભાગને એક ઊંડા બાઉલમાં મૂકી ઇલેટ્રીક બીટરની ધીમી ગતી વડે તે ઘટ્ટ અને ફીણદાર બને ત્યાં સુધી જેરી લીધા પછી બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં માખણ અને પાવડર સાકર મેળવી સારી રીતે સ્પૅટ્યુલા (spatula) વડે મિક્સ કરી લો.
- તે પછી તેમાં ઇંડાનો પીળો ભાગ ધીરે-ધીરે ઉમેરતા જાવ અને સ્પૅટ્યુલા (spatula) વડે મિક્સ કરી લો.
- તે પછી તેમાં ખજૂર, કીસમીસ, કાજુ, સંતરાની છાલ, વેનીલા ઍસેન્સ અને લીંબુની છાલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેમાં મેંદો, બેકીંગ પાવડર, સૂંઠ પાવડર અને તજ પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે એક નાના ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં સાકર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- તેને સહજ ઠંડું પાડ્યા પછી તેને મેંદાના મિશ્રણમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ટીનમાં મૂકી તેને બાફવાના વાસણમાં મૂકી ૧૫ મિનિટ સુધી બાફી લો.
- તે જ્યારે સહજ ઠંડું પડે ત્યારે ચમચા વડે ટુકડા પાડી હુંફાળું ગરમ હોય ત્યારે વેનીલા આઇસક્રીમ સાથે પીરસો.