You are here: હોમમા> ઝટ-પટ વ્યંજન > ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી > સીઝલીંગ મશરૂમ
સીઝલીંગ મશરૂમ

Tarla Dalal
06 June, 2020


Table of Content
મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા મરચાંના ફ્લેક્સ્. . . શું જોઇએ વધારે. આ નાસ્તાને, ઑરેગાનો, એક ઈટાલીયન ટચ આપે છે, જેને નૉન-સ્ટીક તવા પર સાંતળવામાં આવ્યા છે જેથી ઓછું તેલ વપરાય. વધુમાં, સીઝલીંગ મશરૂમ, બ્રાઉન બ્રેડ સાથે પીરસવામાં આવ્યાં છે, જેથી વાનગીમાં રહેલા ફાઇબર અને બીજા પૌષ્ટિક તત્વો વધે છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
7 Mins
Total Time
17 Mins
Makes
8 નંગ માટે
સામગ્રી
Main Ingredients
1 કપ સ્લાઇસ કરેલા મશરૂમ
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/4 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1/2 કપ સ્લાઇસ કરેલા ટમેટા (sliced tomatoes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 ટીસ્પૂન સૂકો ઑરેગાનો (dried oregano)
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
1/2 ટીસ્પૂન કોર્નફલોર (cornflour)
પીરસવા માટે
8 ઘંઉનો બ્રેડ (whole wheat bread) , ત્રિકોણાકારમાં કાપેલા
વિધિ
- એક સીઝલર પ્લેટ અથવા નૉન-સ્ટીક તવાને ખુબજ ગરમ કરો.
- તેના પર તેલ ગરમ કરી, કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં ટમેટા ઉમેરી, વધુ ૧ મિનિટ સુધી, મધ્યમ તાપ પર સાંતળી લો.
- હવે તેમાં મશરૂમ, મીઠું, ઑરેગાનો, મરચાંના ફ્લેક્સ્ અને કોર્નફલોર ઉમેરી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- પ્લેટને એક લાકડાની ટ્રે પર મૂકી ટોસ્ટેડ ઘઉંના બ્રેડ સાથે તરત જ પીરસો.