મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  ગુજરાતી વ્યંજન >  મસાલા ખાખરા ની રેસીપી

મસાલા ખાખરા ની રેસીપી

Viewed: 11838 times
User 

Tarla Dalal

 21 March, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

મસાલા ખાખરા રેસીપી | સ્વસ્થ ખાખરા | ગુજરાતી મસાલા ખાખરા | masala khakhra recipe in Gujarati | with 17 amazing images.

 

 

મસાલા ખાખરા તો એવી વાનગી છે જેને હું સારા એવા પ્રમાણમાં બનાવીને હવાબંધ પાત્રમાં ભરી રાખું છું અને જ્યારે ભૂખ લાગે ત્યારે તેનો આનંદ માણું છું. ખાખરા લાંબો સમય સુધી તાજા રહે છે અને લૉ કેલરી નાસ્તાની વાનગીલૉ કેલરી નાસ્તાની વાનગી હોવાથી કુંટુબના દરેકને માફક એવા છે.

 

બહુ ઓછી મગજમારી, થોડી કલ્પનાશક્તિ અને થોડી ઘણી મહેનતે તૈયાર થતા આ ખાખરામાં તમે તમારા ગમતા મસાલાનો પ્રયોગાત્મક રીતે ઉપયાગ કરી વિવિધ પ્રકારના લોટ જેવા કે બાજરા, જુવાર વગેરે વડે પણ આ લૉ કેલરી કરકરા ખાખરા બનાવી શકો છો.

Preparation Time

10 Mins

Cooking Time

15 Mins

Total Time

25 Mins

Makes

4 ખાખરા

સામગ્રી

મસાલા ખાખરા ની રેસીપી બનાવવા માટે

વિધિ


 

  1. મસાલા ખાખરા ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, પાણી વગર નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૪ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસના ગોળાકારમાં સુકા લોટની મદદથી બહુ પાતળા વણી લો.
  3. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક ખાખરાને ધીમા તાપ પર તેની બન્ને બાજુએ લાલસ પડતાં ધબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  4. આમ આ ખાખરાને ધીમા તાપ પર મલમલના કપડાના ગોળા વડે દબાવતા રહી ખાખરા બન્ને બાજુએથી કરકરા અને બ્રાઉન થાય ત્યાં સુધી શેક્તા રહો.
  5. જ્યારે સંપૂર્ણ ઠંડા પડે ત્યારે તેને હવાબંધ પાત્રમાં ભરી લો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ