You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > બેકિંગ રહિત ડૅઝર્ટસ્ રેસિપિ > મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | 100% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ
મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | 100% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ

Tarla Dalal
02 January, 2025
-11557.webp)

Table of Content
મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | 100% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ | mango ice cream in gujarati | with 20 amazing images.
જ્યારે ફળોના રાજા સીઝનમાં હોય છે, ત્યારે આ હોમમેડ મેંગો આઈસ્ક્રીમ તમને તેના આકર્ષક સ્વાદ માણવાની એક અલગ જ આનંદ આપે છે. કન્ડેન્સ્ડ મીલ્ક, દૂધ અને સાકરની સાથે ચર્ન્ડ કરેલી મીઠી કેરી તમને ગરમ ઉનાળામાં આશ્ચર્યજનક ખુશી આપે છે.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Total Time
5 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
મેંગો આઈસ્ક્રીમ માટે
1 1/2 કપ સમારેલી કેરી
1/2 કપ સાકર (sugar)
1/2 કપ કન્ડેન્સ્ડ મીલ્ક (condensed milk)
2 કપ દૂધ (milk)
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
વિધિ
- મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે, કેરી અને સાકરને મિક્સરમાં ભેગા કરો અને સુવાળું થાય ત્યાં સુધી પીસી લો.
- ઊંડા બાઉલમાં કેરીનો પલ્પ અને બાકીની બધી સામગ્રી ભેગી કરો અને હ્વિસ્કની મદદથી ખૂબ સારી રીતે મિક્સ કરો.
- મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું. એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
- મિશ્રણને મિક્સરમાં નાખો અને સુંવાળું થવા સુધી પીસી લો.
- હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.
- મેંગો આઈસ્ક્રીમને સ્કુપ વડે કાઢીને પીરસો.