You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > મગની દાળ અને પનીરના પરોઠા
મગની દાળ અને પનીરના પરોઠા

Tarla Dalal
13 April, 2024


Table of Content
મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.
મગની દાળ અને પનીરના પરોઠા - Green Moong Dal Paneer Paratha ( Gluten Free) recipe in Gujarati
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
6 પરોઠા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ રાગીનો લોટ (ragi flour , nachni flour)
1/2 કપ લીલી મગની દાળ (green moong dal) , પલાળીને રાંધેલી
1/4 કપ ભૂક્કો કરેલું પનીર (crumbled paneer)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
એક ચપટીભર હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
રાગીનો લોટ (ragi flour , nachni flour) , વણવા માટે
તેલ ( oil ) , શેકવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, મસળીને બહુ નરમ નહીં અને બહુ કઠણ નહીં તેવી કણિક તૈયાર કરો.
- કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને રાગીના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક પરાઠાને બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- તરત જ પીરસો.