You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | > ફળ આધારીત ડૅઝર્ટસ્ > ક્રંચી એપલ કસ્ટર્ડ
ક્રંચી એપલ કસ્ટર્ડ

Tarla Dalal
26 December, 2017


Table of Content
ભોજનના અંતે પીરસાતી એવી આ વાનગી મીઠી અને કરકરી તૈયાર થાય છે.
નાના કે મોટી ઉંમરના લોકોને કેલ્શિયમની જરૂરત તો રહે જ છે, અને તે ફક્ત સૌમ્ય દૂધ વડે પૂરી ન કરી શકાય, જે આ ક્રંચી એપલ કસ્ટર્ડ પૂરી પાડે એવી વાનગી છે. દૂધમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળો જેવા કે સફરજન અને સુગંધી સામગ્રી જેવી કે બ્રાઉન સુગર મેળવવાથી ભોજન પછી આવી આરોગ્યદાઇ વાનગીનો સ્વાદ જરૂર માણવાની મજા પડશે.
Tags
Soaking Time
0
Preparation Time
5 Mins
Cooking Time
5 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
10 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
3 કપ સ્લાઇસ કરેલા સફરજન
3 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર (custard powder)
3 ટેબલસ્પૂન સાકર (sugar)
2 કપ દૂધ (milk)
2 ટેબલસ્પૂન બ્રાઉન શુગર (brown sugar)
વિધિ
- એક ઊંડા બાઉલમાં કસ્ટર્ડ પાવડર, ૨ ટેબલસ્પૂન જેટલી સાકર અને ૧ ટેબલસ્પૂન દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- ૨. હવે બાકી રહેલું દૂધ એક નૉન-સ્ટીક પૅનમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા મિશ્રણ ઘટ્ટ બને ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
- ૩. બીજા એક નૉન-સ્ટીક પૅનમાં ૧/૨ કપ પાણી સાથે સફરજનની સ્લાઇસ અને બાકી રહેલી ૧ ટેબલસ્પૂન સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા સફરજન નરમ થાય ત્યાં સુધી રાંધી લો.
- ૪. હવે એક બેકીંગ ડીશમાં તૈયાર કરેલા સફરજનની સ્લાઇસ મૂકી તેની ઉપર તૈયાર કરેલું કસ્ટર્ડનું મિશ્રણ સમાન માત્રામાં પાથરી લો.
- ૫. છેલ્લે તેની ઉપર બ્રાઉન સુગર છાંટી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
- ૬. સ્લાઇસ પર છાંટેલી બ્રાઉન સુગર કરકરી હોય ત્યાં સુધી ગરમ ગરમ પીરસો.
- કસ્ટર્ડનું મિશ્રણ તૈયાર કરતી વખતે તેને સતત હલાવતા રહેવું, નહીંતર તે વાસણની બાજુ પર ચીટકી જશે અથવા તો તેના ગઠોડા થઇ જશે.
- ૨. આ વાનગીમાં તમે સફરજનના બદલે સ્ટૂયૂડ(stewed) પીચનો પણ ઉપયોગ કરી શકો છો.