કોર્ન પાનકી | ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી | કોર્ન પાનકી રેસીપી | Corn Panki


દ્વારા


Added to 742 cookbooks   This recipe has been viewed 1126 times

કોર્ન પાનકી | ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી | કોર્ન પાનકી રેસીપી | corn and coriander panki in gujarati | with 31 amazing images.

જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ કોર્ન પાનકી નાસ્તા માટેની મજેદાર વાનગી બનાવવા જેવી છે. કોથમીર અને લીલા મરચાંનું મિશ્રણ તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. આ પાનકીને જ્યારે કેળાના પાનમાં વીટાળીને બનાવવામાં આવે છે ત્યારે એની ખુશ્બુ અકબંધ રહે છે. આ પાનકીને ગરમ ગરમ પીરસો.

કોર્ન પાનકી માટે ટિપ્સ. ૧. તમે અગાઉથી બેટર બનાવી શકો છો અને જ્યારે તમે તેને ખાવા માંગતા હો ત્યારે પેનકેક તૈયાર કરી શકો છો. ૨. પાનકી એટલે કેળાના પાન અથવા મકાઈના પાન વચ્ચે રાંધવામાં આવે છે. તરલા દલાલના સભ્યએ સૂચન કર્યું કે તમે મકાઈના પાનનો પણ ઉપયોગ કરી શકો છો અને તે સારું કામ કરે છે. ૩. તમે તવા પર એક સમયે ૩ થી ૪ પેનકેક બનાવી શકો છો. ૪. જો મિશ્રણ ખૂબ પાણીયુક્ત હોય તો તેમાં ચણાનો લોટ ઉમેરો. ૫. મહેમાનોને પીરસતી વખતે કેળાના પાન કાઢી લો. આ રીતે પાનકી ગરમ રહેશે અને વરાળ જળવાઈ રહેશે.

Add your private note

કોર્ન પાનકી રેસીપી - Corn Panki recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૮ પાનકી માટે
મને બતાવો પાનકી માટે

સામગ્રી

કોર્ન પાનકી માટે
૧ કપ ખમણેલી તાજી મકાઇ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન રવો
૧/૪ કપ ચણાનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૧૬ કેળાના પાન , પકવવા માટે
તેલ , ચોપડવા માટે

કોર્ન પાનકી સાથે પીરસવા માટે
લીલી ચટણી
વિધિ
કોર્ન પાનકી માટે

    કોર્ન પાનકી માટે
  1. કોર્ન પાનકી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ૨ ટેબલસ્પૂન પાણી સાથે બધી સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરો.
  2. કેળાના દરેક પાનની એક બાજુ પર થોડું તેલ લગાવો અને બાજુ પર રાખો.
  3. કેળાના પાનના અડધા ભાગ પર ૨ ટેબલસ્પૂન જેટલું ખીરૂ સરખી રીતે પાથરી લો.
  4. તેની પર બીજો એક તેલ ચોપડેલો કેળનો પાન મૂકો અને તેને હળવા હાથે દબાવો.
  5. એક નોન-સ્ટીક તવા પર ત્યાં સુધી રાંધો જ્યાં સુધી પાંદડા પર હળવા બ્રાઉન ફોલ્લીઓ ન પડે અને પાનકી તેની જાતે જ અલગ થઈ જાય.
  6. વધેલા ખીરાથી બાકીની ૭ પાનકી તૈયાર કરી લો.
  7. કોર્ન પાનકીને લીલી ચટણી સાથે તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. તમે તવા પર એક સમયે ૩ થી ૪ પાનકી બનાવી શકો છો.
Accompaniments

Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews