You are here: હોમમા> વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | > ચાયનીઝ જમણની સાથે > ચીલી ગાર્લિક સૉસ
ચીલી ગાર્લિક સૉસ

Tarla Dalal
02 January, 2025


Table of Content
જ્યારે કોઇપણ ચાઇનીઝ વાનગી બનાવવી હોય ત્યારે મરચાં અને લસણનો ઉપયોગ તો સાથે જ થાય છે, કારણકે તેની તીવ્રતા કોઇ પણ વાનગીને ચટાકેદાર બનાવવામાં મદદરૂપ થાય છે. અહીં અમે મજેદાર તીખા ચીલી ગાર્લિક સૉસની રીત દર્શાવી છે. આ વાનગીને યોગ્ય રીતે બનાવવા માટે ધ્યાન રાખવું કે મરચાંને ગરમ પાણીમાં વ્યવસ્થિત પલાળી રાખવા નહીંતર મરચાં સારી રીતે પીસી નહીં શકાય. સારી માત્રામાં વિનેગર અને તેની સાથે થોડી સાકરનો ઉમેરો આ તીખા સૉસને થોડું માફકસર બનાવે છે.
Tags
Preparation Time
30 Mins
Cooking Time
5 Mins
Total Time
35 Mins
Makes
1 કપ માટે
સામગ્રી
Main Ingredients
10 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies)
2 ટેબલસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
5 ટેબલસ્પૂન વિનેગર (vinegar)
1 ટેબલસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન તલનું તેલ
વિધિ
- લાલ કાશ્મીરી મરચાંની દાંડી કાઢીને તેને જરૂરી ગરમ પાણીમાં વાસણને ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી નીતારી લો.
- હવે આ પલાળેલા કાશ્મીરી મરચાં, લસણ, સાકર, વિનેગર અને મીઠું મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં તલનું તેલ મેળવી સારી રીતે મિકેસ કરી લો.
- આ સૉસને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.