You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઝટ-પટ નાસ્તા > સવારના નાસ્તા > કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ
કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ

Tarla Dalal
02 January, 2025


Table of Content
ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ. તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી. જો તમે આગલી રાત્રે ચટણી બનાવી રાખશો તો તમને સવારના નાસ્તામાં આ સૅન્ડવિચ બનાવવી સરળ બને છે.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
10 Mins
Total Time
15 Mins
Makes
6 ઓપન ટોસ્ટ માટે
સામગ્રી
Main Ingredients
1 કપ ખમણેલું ગાજર (grated carrot)
1 કપ પાતળી લાંબી કાપેલી કોબી (shredded cabbage)
લીંબુ (lemon) , ૧ રેસિપિ
6 ઘંઉનો બ્રેડ (whole wheat bread)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 3/4 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા અને શેકવા માટે
વિધિ
- એક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો. હવે ઉપર બનાવેલ સૅન્ડવિચને તવા પર એવી રીતે મૂકો કે મિશ્રણ મૂકેલી બાજુ નીચેની તરફ આવે. હવે ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી સૅન્ડવિચને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બાકીની સૅન્ડવિચ બનાવી લો.
- દરેક સૅન્ડવિચને ૪ સરખા ત્રિકોણાકારમાં કાપી તરત જ પીરસો.