You are here: હોમમા> વિવિધ વ્યંજન > બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી
બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી

Tarla Dalal
01 August, 2022


Table of Content
બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી | ભારતીય બેકડ બીન્સ ડીપ | ડીપ રેસીપી | baked beans and spring onion dip in Gujarati | with 19 amazing images.
ચીપ્સ્ અને ડીપ્સ્ એટલે બરણી અને ઢાંકણા જેવો સબંધ. બન્ને સંપૂર્ણપણે મળતા હોવા જોઇએ.
આ બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ એક ખાટું અને સ્વાદિષ્ટ ડીપ છે જેને ખાટા-મીઠા બેક્ડ બીન્સ, કરકરા સિમલા મરચાં અને ખુશ્બુદાર લીલા કાંદાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ ભારતીય બેકડ બીન્સ ડીપ કોઇપણ કરકરા ચીપ્સ્ સાથે મજેદાર જોડી બનાવે છે.
બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી - Baked Beans and Spring Onion Dip, Baked Beans Dip recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
5 Mins
Cooking Time
3 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
8 Mins
Makes
2 કપ માટે
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ બેક્ડ બીન્સ્ (baked beans)
1/4 કપ સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ (chopped spring onions whites)
1/4 કપ સમારેલા લીલા કાંદાના પાન (chopped spring onion greens)
1/2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/4 કપ સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
2 ટેબલસ્પૂન ટમેટો કેચપ (tomato ketchup)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
2 ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
પીરસવા માટે
વિધિ
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ અને લીલો ભાગ અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બેક્ડ બીન્સ્, મરચાં પાવડર, ટમૅટો કેચપ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેને ચીઝ વડે સજાવીને તમારી મનપસંદ ચીપ્સ્ સાથે તરત જ પીરસો.
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
ઊર્જા | 249 કૅલ |
પ્રોટીન | 11.8 ગ્રામ |
કાર્બોહાઇડ્રેટ | 47.3 ગ્રામ |
ફાઇબર | 16.0 ગ્રામ |
ચરબી | 4.9 ગ્રામ |
કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ |
સોડિયમ | 945 મિલિગ્રામ |
બેકડ બએઅનસ અને સપરઈનગ ડુંગળી ડઈપ, બેકડ બએઅનસ ડઈપ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો