મેનુ

You are here: હોમમા> ચીઝી મશરૂમ રેસીપી

ચીઝી મશરૂમ રેસીપી

Viewed: 3835 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
चीज़ी मशरूम रेसिपी - हिन्दी में पढ़ें (Cheesy Mushrooms, Stuffed Indian Cheesy Mushrooms in Hindi)

Table of Content

ચીઝી મશરૂમ રેસીપી | મશરૂમ સ્ટાર્ટર રેસીપી | સ્ટફડ ચીઝી મશરૂમ | cheesy mushrooms in gujarati | with 13 amazing images.

ચીઝી મશરૂમ રેસીપી અદ્ભુત સ્વાદ, ચીઝ અને મશરૂમને એકસાથે માણવાની એક સરસ રીત છે. મશરૂમ, જ્યારે આ આશ્ચર્યજનક પૂરણ સાથે બેક કરવામાં આવે છે, ત્યારે એ એક ઉત્તમ મશરૂમ સ્ટાર્ટર રેસીપીમાં રૂપાંતર થાય છે, જે તમને ઘણી બધી પ્રશંસા કમાવીને આપશે.

બધા મશરૂમ પ્રેમીઓ માટે આ બનાવવું માત્ર એકદમ સરળ નથી, પણ એકદમ સ્વાદિષ્ટ અને ભવ્ય પણ છે!

ચીઝી મશરૂમ રેસીપી માટે ટિપ્સ: ૧. તમે પૂરણમાં કેપ્સિકમ જેવા અન્ય ક્રન્ચી શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. ૨. પૂરણમાં નરમ માખણ ઉમેરવાનું પસંદ કરો જેથી તે અન્ય ઘટકોની સાથે સારી રીતે મિક્સ થાય અને બંધનમાં મદદ કરે. ૩. મીઠું ઉમેરતી વખતે સાવચેત રહો કારણ કે આપણે ચીઝનો ઉપયોગ કર્યો છે. ૪. જો તમે દાંડીને વાપરવા માંગતા તો તમે તેને બારીક કાપી શકો છો અને ઝડપથી તેને સાંતળીને અને મિશ્રણમાં ઉમેરી શકો છો.

Preparation Time

15 Mins

Cooking Time

0 Mins

Total Time

15 Mins

Makes

25 ચીઝી મશરૂમ

સામગ્રી

ચીઝી મશરૂમ માટે

મીક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે

વિધિ
ચીઝી મશરૂમ બનાવવા માટે
  1. ચીઝી મશરૂમ બનાવવા માટે, પૂરણને ૨૫ સમાન ભાગોમાં વહેંચો અને એક બાજુ રાખો.
  2. મશરૂમની દાંડી દૂર કરો અને તેને કાઢી નાખો જેથી મશરૂમની કેપ્સમાં ખાડો રચાય.
  3. પૂરણના ભાગ સાથે દરેક મશરૂમ કેપને ભરો.
  4. ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર સ્ટફ્ડ મશરૂમ ગોઠવો અને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) પર ૧૦ મિનિટ માટે બેક કરો.
  5. ચીઝી મશરૂમને તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ