કેનેલોની - Cannelloni


દ્વારા

Cannelloni - Read in English 
कैनलोनी - हिन्दी में पढ़ें (Cannelloni in Hindi) 

Added to 258 cookbooks   This recipe has been viewed 93 times

કેનેલોની | cannelloni in gujarati |

કેનેલોની એ હોમમેઇડ પાસ્તા છે, સામાન્ય રીતે મેંદો અને ચોખાના લોટની સાથે ચીઝથી સુશોભન કરી બનાવવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ મુખ્ય ભોજનને તંદુરસ્ત ૨૦૭-કેલરીનું સંસ્કરણ બનાવવા માટે ઘઉંનો લોટ અને ઓછી કેલરીવાળા મોઝઝેરેલા ચીઝથી તૈયાર કરવામા આવ્યું છે.

કેનેલોની શીટ, પાલક અને ઓછી ચરબીવાળા પનીરથી ભરેલી, એક વિશિષ્ટ સ્વાદ ફેલાવે છે, જે તાજી તૈયાર ટમેટાના સોસના મનોહર ટોપિંગ દ્વારા આગળ વધે છે. તૈયાર કરવા માટે કંટાળાજનક હોવા છતાં, ક્યારેક તમારા હાથે પ્રયાસ કરી આ વાનગી ભોજનમાં બનાવાની કોશિશ જરૂર કરજો.

Add your private note

કેનેલોની - Cannelloni recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ सर्विंग માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

કેનેલોની શીટ્સ માટે
૧/૨ કપ ઘઉં નો લોટ
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે

મિક્ષ કરી પૂરણ માટે
૧ ૧/૪ કપ હલકી ઉકાળીને બારીક સમારેલી પાલક
૧ ૧/૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા
૧/૨ કપ ભૂક્કો કરેલું લો ફૅટ પનીર
મીઠું , સ્વાદાનુસાર

ટામેટાના સોસ માટે
૧ ટીસ્પૂન તેલ
૧/૨ કપ બારીક સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧ ૧/૪ કપ તાજા ટમેટાનો પલ્પ
ચપટી સાકર
૧/૨ ટીસ્પૂન મરચા નો પાવડર
૧/૨ ટીસ્પૂન સૂકો ઑરેગાનો
મીઠું , સ્વાદાનુસાર

અન્ય ઘટકો
ઘઉંનો લોટ , વણવા માટે
૧ કપ ઓછી કેલરીવાળી સફેદ સોસ
૨ ટેબલસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ
વિધિ
કેનેલોની શીટ્સ બનાવા માટે

    કેનેલોની શીટ્સ બનાવા માટે
  1. ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, ૧/૨ ટીસ્પૂન તેલ અને મીઠું ભેગું કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને નરમ કણક બાધી લો.
  2. કણકને ૮ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.
  3. વાસણમાં પાણી ભરી ઉકાળો, બાકીનું ૧/૨ ટીસ્પૂન તેલ ઉમેરો અને જ્યારે તે ઉકળવા લાગે ત્યારે એક સમયે એક કેનેલોની શીટ છોડો, ૧/૨ મિનિટ માટે રાંધી લો અને કાઢી લો. ઠંડા પાણીમા નાખી તાજું કરો અને ગાળી લો. એક બાજુ રાખો.

ટમેટાની (સોસ) ચટણી બનાવા માટે

    ટમેટાની (સોસ) ચટણી બનાવા માટે
  1. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં કાંદા અને લસણની પેસ્ટ નાખી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે સાંતળો.
  2. તાજા ટમેટાનો પલ્પ ઉમેરો, સારી રીતે મિક્ષ કરી દો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રાંધી લો.
  3. તેમાં સાકર, મરચાંનો પાઉડર, ઓરેગાનો અને મીઠું નાંખી, બરાબર મિક્ષ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રાંધી લો. એક બાજુ રાખો.

કેનેલોની બનાવા આગળ વધો

    કેનેલોની બનાવા આગળ વધો
  1. પૂરણને ૮ સમાન ભાગોમાં વહેંચો અને બાજુમાં રાખો.
  2. રાંધેલા પાસ્તાની શીટને ચોખ્ખી, સૂકી સપાટી પર મૂકો, પાસ્તાની શીટ પર એક બાજુ પૂરણનો એક ભાગ મૂકો અને તેને સખ્તાઇથી રોલ કરો.
  3. બાકીના ૭ સ્ટફ્ડ કેનેલોનિસ બનાવવા માટે ક્રમાંક ૨ ના મુજબ તૈયાર કરી લો. એક બાજુ રાખો.
  4. તૈયાર કરેલી ટમેટાની ચટણીને બેકિંગ ડીશમાં સમાનરૂપે ફેલાવો.
  5. સ્ટફ્ડ કેનેલોની તેના પર મૂકો અને તેના ઉપર સરખી રીતે સફેદ સોસ રેડો.
  6. અંતે તેના પર સરખે ભાગે ચીઝ છાંટો.
  7. હવે તેને ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી કા તો ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરી લો.
  8. તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. કેનેલોની શીટ્સ બનાવતા પહેલાં ટમેટાની ચટણી બનાવવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે જો શીટ્સ લાંબા સમય સુધી રાખવામાં આવે તો એકબીજા સાથે ચીપકી જસે.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews