You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > રબડી રેસીપી > સફરજનની રબડી
સફરજનની રબડી

Tarla Dalal
02 January, 2025


Table of Content
પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
30 Mins
Total Time
35 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
3 કપ દૂધ (milk)
2 1/2 ટેબલસ્પૂન સાકર (sugar)
3/4 કપ ખમણેલું સફરજન (grated apples)
3 ટેબલસ્પૂન અર્ધ ઉકાળીને સ્લાઇસ કરેલી બદામ
1/2 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
વિધિ
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં દૂધ મેળવી મધ્યમ તાપ પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી અથવા દૂઘ અડધું થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહીને ઉકાળી લો.
- તે પછી તેમાં સાકર અને સફરજન મેળવી, મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહીને ઉકાળી લો.
- તે પછી તેમાં બદામ અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલી રબડી લગભગ ૨ કલાક રેફ્રીજરેટરમાં ઠંડી થવા મૂકી દો.
- ઠંડી ઠંડી પીરસો.
- ખાસ યાદ રાખો કે સફરજનને રબડી બનાવતી વખતે જ ખમણવા, નહીં તો તે બ્રાઉન થઇ જશે.