મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  મુઘલાઇ વ્યંજન >  જાફરાની પુલાવ

જાફરાની પુલાવ

Viewed: 5611 times
User 

Tarla Dalal

 30 March, 2019

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Zaffrani Pulao - Read in English

Table of Content

મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે.

 

 પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણકે તે ઝટપટ પણ બને છે.

 

જાફરાની પુલાવ - Zaffrani Pulao recipe in Gujarati

Preparation Time

10 Mins

Cooking Time

14 Mins

Total Time

24 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ
  1. બાસમતી ચોખા સાફ કરીને ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ ધોઇને નીતારીને બાજુ પર રાખો.
  2. એક નાના બાઉલમાં ઠંડા દૂધ સાથે કેસરના રેસા મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી ઠંડા થવા બાજુ પર રાખો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, એલચી અને તજ મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સાંતળી લો.
  5. તે પછી તેમાં ચોખા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં ૨ ૧/૨ કપ ગરમ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. ૭. છેલ્લે તેમાં કીસમીસ, પનીર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. ૮. કાજૂના ટુકડા વડે સજાવીને ગરમા ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ