You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > સ્ટ્રોબરી યોગર્ટ ની રેસીપી
સ્ટ્રોબરી યોગર્ટ ની રેસીપી

Tarla Dalal
10 February, 2020


Table of Content
સ્ટ્રોબરીની ખુશ્બુ એવી મજેદાર હોય છે કે કોઇ પણ વ્યક્તિ તેનાથી દૂર રહી જ ન શકે અને જો તે ડીશમાં તેની સામે પડી હોય તો તેમાંથી એકાદેક સ્ટ્રોબરી તે જરૂરથી ચાખી લેશે. આવી મજેદાર સ્ટ્રોબરીમાં ભરપુર વિટામીન અને પૌષ્ટિક્તા ઉપરાંત તેનો સ્વાદ પણ અનેરો છે.
અહીં આવી મજેદાર સ્ટ્રોબરીની વાનગી એટલે સ્ટ્રોબરી યોગર્ટ લૉ-ફેટ દહીં વડે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી હ્રદયની બીમારી અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર વ્યક્તિ પણ તેને માણી શકે.
અમારી સલાહ એ છે કે અહીં કુદરતી રીતે તૈયાર થયેલી અને પાકી સ્ટ્રોબરીનો ઉપયોગ કરવો, જેથી તેમાં ૧ સર્વિંગ માટે ૧ ચમચા જેટલી સાકરનો ઉપયોગ થશે.
Tags
Soaking Time
0
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
5 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 કપ લો ફૅટ ચક્કો દહીં (hung low fat curds (chakka dahi)
1/4 કપ મસળેલી સ્ટ્રોબરી
4 ટીસ્પૂન પીસેલી સાકર (powdered sugar)
સજાવવા માટે
વિધિ
- એક બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તેને ૨ થી ૩ કલાક રેફ્રીજરેટરમાં રાખો જેથી મિશ્રણ સંપૂર્ણ ઘટ્ટ બને.
- સ્ટ્રોબરી વડે સજાવીને ઠંડું પીરસો.
- ૧ કપ ચક્કો દહીં બનાવવા ૨ કપ લૉ-ફેટ દહીંનો ઉપયોગ કરવો.