You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > શાક અને કરી > ઓરિયન્ટલ વેજીટેબલ કરી
ઓરિયન્ટલ વેજીટેબલ કરી

Tarla Dalal
02 January, 2025

Table of Content
About Oriental Vegetable Curry Or How To Make Oriental Vegetable Curry Recipe
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર બનાવે છે.
આમ દરેક રીતે શાનદાર બનતું આ રંગીન સૉસમાં કરકરા શાકભાજી નાંખીને બનતી આ ઓરિયેન્ટલ વેજીટેબલ કરી એવી પરિપૂર્ણ બને છે કે તેને જ્યારે રોટી અને ભાત સાથે પીરસવામાં આવે ત્યારે સાદું જમણ પણ યાદગાર અને ખાસ બની જાય છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Total Time
20 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 1/4 કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (chopped and boiled mixed vegetables) (ગાજર , ફણસી અને લીલા વટાણા)
1 કપ નાળિયેરનું દૂધ (coconut milk)
3 ટેબલસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવી)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
5 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
4 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
12 મિલીમીટર આદુ (ginger, adrak) નો ટુકડો
1/2 ટીસ્પૂન તેલ ( oil )
પીસીને સૂકો પાવડર તૈયાર કરવા માટે
પીરસવા માટે
વિધિ
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં મિક્સ શાકભાજી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- પછી તેમાં નાળિયેરનું દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- પછી તેમાં ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં પીસેલું સૂકો પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ભાત સાથે ગરમ ગરમ પીરસો.