You are here: હોમમા> મેક્સીકન સલાડ > વિવિધ વ્યંજન > મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ
મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ

Tarla Dalal
05 April, 2024


Table of Content
મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે.
અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામાં આવ્યું છે.
અહીં પીળી મકાઇ, લાલ ટમેટા અને લીલી કોથમીર વડે બનતા સલાડને રંગબેરંગી રૂપ મળે છે.
આવા આ રંગીન સલાડનો ઉપયોગ નાચો ચીપ્સ પર મૂકીને તરત પીરસો. બીજી મેક્સિકન વાનગીઓ જેવી કે મેક્સિકન રાઇસ અને મેક્સિકન કોર્ન પીઝા પણ અજમાવવા જેવી છે.
મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ - Mexican Bean and Cheese Salad recipe in Gujarati
Tags
Preparation Time
15 Mins
Cooking Time
0 Mins
Total Time
15 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
3/4 કપ બાફેલા ચોળા
3/4 કપ ઉકાળેલા રાજમા (boiled rajma)
1/2 કપ પ્રોસેસ્ડ ચીઝના ટુકડા
3/4 કપ બાફેલા મીઠી મકાઇના દાણા ( boiled sweet corn kernels (makai ke dane)
3/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 કપ સમારેલા લીલા કાંદા (chopped spring onions)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે
2 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં સલાડ માટેની બધી વસ્તુઓ ભેગી કરી તેને સારી રીતે મિક્સ કરી લો.
- પછી તેમાં તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી હળવેથી મિક્સ કરી લો.
- નાચો ચીપ્સ્ વડે સજાવીને તરત જ પીરસો.