You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય લંચ રેસિપી > બ્રોકલીના પરોઠા ની રેસીપી
બ્રોકલીના પરોઠા ની રેસીપી

Tarla Dalal
02 January, 2025
-16221.webp)

Table of Content
આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે.
પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુશ્બુ તમારા ટીફીન બોક્ષમાં પણ ૪ થી ૫ કલાક સુધી તાજગી જળવાઇ રહે છે. તેથી આ પરોઠાને તાજા-તાજા નાસ્તામાં કે શાળા પછી ઘરે આવેલા બાળકોને ક્યારેક પીરસસો તો તેમને પણ જરૂર ગમી જશે.
ટીફીનમાં આ પરોઠા સાથે થર્મોસમાં લીંબુ પાણી ભરીને મોકલશો તો ઠંડા લીંબુ પાણી સાથે આ પરોઠાનો સ્વાદ ઓર મજેદાર લાગશે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
25 Mins
Total Time
35 Mins
Makes
15 પરોઠા માટે
સામગ્રી
બ્રોકલીના પરોઠા ની રેસીપી બનાવવા માટે
1/2 કપ સમારીને અર્ધ ઉકાળીને પ્યુરી બનાવેલી બ્રોકલી
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બસ્ (dried mixed herbs)
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
મીઠું (salt) અને
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
તેલ ( oil ) , રાંધવા માટે
વિધિ
- બ્રોકલીના પરોઠા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૧૨ સરખા ભાગ પાડી લો.
- હવે એક ભાગને વણીને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી મધ્યમ તાપ પર થોડા તેલ વડે પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૧૪ પરોઠા તૈયાર કરી લો.
- પરોઠાને સંપૂર્ણ ઠંડા પાડીને એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી હવા બંધ ટીફીનમાં ભરી લેવા.