You are here: હોમમા> હરા ભરા કબાબ રેસીપી
હરા ભરા કબાબ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
હરા ભરા કબાબ રેસીપી | વેજ હરા ભરા કબાબ | પંજાબી રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ | હરાભરા કબાબ | hara bhara kabab in gujarati | with 25 amazing images.
હરા ભરા કબાબ જે એક વેજ હરા ભરા કબાબ છે હરા ભરા કબાબ વિશ્વભરની ભારતીય રેસ્ટોરાંમાં સૌથી પ્રિય કબાબ છે. હરા ભરા કબાબ ચણાની દાળ, લીલા વટાણા, પનીર, પાલક, મેંદો, બ્રેડ ક્રમ્બ્સ અને ભારતીય મસાલામાંથી બનેલો છે. તમે વેજ હરા ભરા કબાબને ડીપ-ફ્રાય કરી શકો છો અથવા તવા પર શેલો ફ્રાય કરી શકો છો.
હરા ભરા કબાબને સ્ટાર્ટર અથવા નાસ્તા તરીકે પીરસો અથવા તેને રોટીમાં લપેટીને હરા ભરા ટિકી રોલ બનાવો અને તેને સંતોષકારક વન-ડીશ ભોજન તરીકે આનંદ લો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
20 Mins
Total Time
35 Mins
Makes
12 કબાબ
સામગ્રી
હરા ભરા કબાબ માટે
1/4 કપ ચણાની દાળ (chana dal)
2 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 કપ હલકી ઉકાળીને સમારેલી પાલક
1/2 કપ બાફેલા લીલા વટાણા (boiled green peas)
1/2 કપ ખમણેલું પનીર
1 ટીસ્પૂન ચાટ મસાલો (chaat masala)
1/4 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ મેંદો (plain flour , maida) ૪ ચમચી
1/2 કપ બ્રેડ ક્રમ્બ્સ , રોલિંગ માટે
તેલ ( oil ) , તળવા માટે
હરા ભરા કબાબ સાથે પીરસવા માટે
વિધિ
- હરા ભરા કબાબ બનાવવા માટે, ચણાની દાળને સાફ કરો, ધોઈ લો અને ૧ કલાક માટે પલાળી દો.
- પ્રેશર કૂકરમાં ચણાની દાળ, લસણ, આદુ, લીલા મરચાં અને ૧/૨ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૨ સીટી માટે પ્રેશર કુક કરો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- ચણાની દાળ, લીલા વટાણા, પાલક ઉમેરો અને જરૂર પડે તો ૧/૨ ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં ફેરવી સુવાળું મિશ્રણ તૈયાર કરો.
- એક બાઉલમાં ટ્રાન્સફર કરો અને પનીર, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો અને ૧/૩ કપ બ્રેડ ક્રમ્બ્સ ઉમેરો, બરાબર મિક્સ કરો.
- મિશ્રણને ૧૨ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના ગોળાકર બનાવીને દબાવી ચપટા કબાબ તૈયાર કરી લો.
- દરેક હરા ભરા કબાબને તૈયાર કરેલા મેંદા- પાણીની પેસ્ટમાં ડૂબાવો અને બાકીના બ્રેડ ક્રમ્બસ્ માં રોલ કરો.
- એક નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી હરા ભરા કબાબને તળી લો.
- હરા ભરા કબાબ ને ગરમ ગરમ ટમેટો કેચપ અને લીલી ચટણી સાથે પીરસો.
- તમે છઠ્ઠા પગલા સુધી સમાન પ્રક્રિયાને અનુસરીને ગ્રીસ કરેલા તવા પર હરા ભરા કબાબને રાંધી શકો છો. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી શકો છો.