You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > સાંજની ચહા સાથેના નાસ્તા > આલુની પૂરી રેસીપી
આલુની પૂરી રેસીપી

Tarla Dalal
17 March, 2025

Table of Content
આલુની પૂરી રેસીપી | મસાલા પુરી | બટાકા પુરી | aloo ki puri recipe in Gujarati | with 20 amazing images.
બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટાઓને પણ જીરૂરથી ભાવશે. આ આલુની પૂરીમાં સૌમ્ય કેસર અને મરીનું અનોખું સંયોજન છે, પણ જો તમને તે વધુ મસાલેદાર બનાવવી હોય તો તેમાં થોડું ભુક્કો કરેલું જીરૂ, લીલા મરચાં અને કોથમીર પણ મેળવી શકો છો.
આ અનોખી આલુની પૂરી તમે પનીર મખ્ખની , વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી , લીલા વટાણાની આમટી અથવા તમારા મનપસંદ શાક સાથે એનો આનંદ માણી શકો છો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Total Time
30 Mins
Makes
25 પૂરી.
સામગ્રી
Main Ingredients
2 1/2 કપ મેંદો (plain flour , maida)
1/2 કપ બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
1/4 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
કેસર (saffron (kesar) strands) રેસા , ૩ ટેબલસ્પૂન
1 ટેબલસ્પૂન ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
ઘી (ghee) , તળવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને મલમલના કપડા વડે ઢાંકીને ૧ કલાક માટે બાજુ પર રાખો.
- આ કણિકના ૨૫ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં વણી લો.
- એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
- તરત જ પીરસો.