મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | >  પુડીંગ્સ્ >  સ્ટીમ્ડ ક્રિસમસ પુડિંગ રેસીપી (ડ્રાય ફ્રુટ સ્ટીમ્ડ પુડિંગ)

સ્ટીમ્ડ ક્રિસમસ પુડિંગ રેસીપી (ડ્રાય ફ્રુટ સ્ટીમ્ડ પુડિંગ)

Viewed: 3235 times
User Tarla Dalal  •  Updated : Aug 05, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી હોય છે. 

 

ખરેખર તો આ પુડિંગમાં બ્રેડ ક્રમ્બસ, ઇંડા અને મેંદા વડે એક રસદાર અને સ્વાદિષ્ટ પુડિંગ તૈયાર થાય છે કે તમે તેના બંધાણી બની જાવ તો પણ નવાઇ નહીં લાગ શે. આ સ્ટીમ્ડ પુડિંગને જે અસાધારણ સ્વાદ ને સુવાસ મળે છે તે તેમાં વપરાયેલા મસાલા અને બીજી વસ્તુઓ જેવી કે લીંબુની છાલ, સંતરાની છાલ, 

 

સૂંઠ પાવડર અને તજ પાવડર વડે મળી રહે છે. વરસના અંતે નાતાલની ઉજવણી માટે બનાવવામાં આવતી આ વાનગી, સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગમાં ઇંડા એક જરૂરી સામગ્રી ગણાય છે. અહીં અમે તેમાં સૂકા મેવા ઉમેરીને એક એક ઘુંટડે કરકરો સ્વાદ આપતી આ સ્ટીમડ્ ક્રિસ્મસ પુડિંગની રીત રજૂ કરી છે. 

 

આ પુડિંગની એક અલગ જ સુવાસ છે જેની મીઠાશ, વિશિષ્ટતાથી ભરપુર છે જે તેમાં ઉમેરવામાં આવેલી વિવિધ વસ્તુઓ વડે મળે છે. આ પુડિંગ તમને આઇસક્રીમ સાથે મજેદાર સ્વાદનો અનુભવ કરાવશે.

 

Soaking Time

0

Preparation Time

20 Mins

Cooking Time

12 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

32 Mins

Makes

5 માત્રા માટે

સામગ્રી

વિધિ
  1. બે અલગ બાઉલમાં ઇંડાનો સફેદ ભાગ તથા તેનો પીળો ભાગ અલગ અલગ રાખી, પીળા ભાગના બાઉલને બાજુ પર રાખો.
  2. ઇંડાના સફેદ ભાગને એક ઊંડા બાઉલમાં મૂકી ઇલેટ્રીક બીટરની ધીમી ગતી વડે તે ઘટ્ટ અને ફીણદાર બને ત્યાં સુધી જેરી લીધા પછી બાજુ પર રાખો.
  3. બીજા એક બાઉલમાં માખણ અને પાવડર સાકર મેળવી સારી રીતે સ્પૅટ્યુલા (spatula) વડે મિક્સ કરી લો.
  4. તે પછી તેમાં ઇંડાનો પીળો ભાગ ધીરે-ધીરે ઉમેરતા જાવ અને સ્પૅટ્યુલા (spatula) વડે મિક્સ કરી લો.
  5. તે પછી તેમાં ખજૂર, કીસમીસ, કાજુ, સંતરાની છાલ, વેનીલા ઍસેન્સ અને લીંબુની છાલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. તે પછી તેમાં મેંદો, બેકીંગ પાવડર, સૂંઠ પાવડર અને તજ પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  7. હવે એક નાના ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં સાકર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  8. તેને સહજ ઠંડું પાડ્યા પછી તેને મેંદાના મિશ્રણમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  9. આમ તૈયાર થયેલા મિશ્રણને ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ટીનમાં મૂકી તેને બાફવાના વાસણમાં મૂકી ૧૫ મિનિટ સુધી બાફી લો.
  10. તે જ્યારે સહજ ઠંડું પડે ત્યારે ચમચા વડે ટુકડા પાડી હુંફાળું ગરમ હોય ત્યારે વેનીલા આઇસક્રીમ સાથે પીરસો.

પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 238 કૅલ
પ્રોટીન 5.2 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 26.0 ગ્રામ
ફાઇબર 0.7 ગ્રામ
ચરબી 12.6 ગ્રામ
કોલેસ્ટ્રોલ 21 મિલિગ્રામ
સોડિયમ 72 મિલિગ્રામ

સટએઅમએડ ચરઈસટમઅસ પઉડડઈનગ, ડરય ફરઉઈટ સટએઅમએડ પઉડડઈનગ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ