મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  ગુજરાતી વાનગીઓ | ગુજરાતી ફૂડ રેસીપી | Gujarati recipes in Gujarati | >  ડબલ બીન્સ કરી રેસીપી

ડબલ બીન્સ કરી રેસીપી

Viewed: 8582 times
User Tarla Dalal  •  Updated : Aug 04, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Double Beans Curry - Read in English
डबल बीन्स् करी - हिन्दी में पढ़ें (Double Beans Curry in Hindi)

Table of Content

રંગુનની વાલનો ખાસ તો ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધુ થાય છે. 

 

એકલી દાળ અથવા તો કોઇ પણ જાતના શાકમાં તેને મેળવવામાં આવે છે. પણ અહીં મે આ દાળને ગુજરાતી પદ્ધતિથી અલગ પંજાબી મસાલાથી તૈયાર કરી છે.

 

Soaking Time

0

Preparation Time

25 Mins

Cooking Time

15 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

40 Mins

Makes

6 માત્રા માટે

સામગ્રી

વિધિ

આગળની રીત
 

  1. પલાળેલા રંગુનના વાલને નીતારી, તેમાં ૧ ૧/૨ કપ પાણી અને મીઠું મેળવી પ્રેશર કુકરમાં ૩ સીટી સૂધી બાફી લો.
  2. કુકરનું ઢાકણ ખોલતા પહેલાં તેની વરાળને નીકળી જવા દો. તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ટમેટા અને ૧/૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા ટમેટા બરોબર બફાઇ ને નરમ થાય ત્યાં સુધી બાફીને ઠંડા થવા બાજુ પર રાખો.
  4. તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પલ્પ તૈયાર કરી ગળણીથી ગાળીને બાજુ પર રાખો.
  5. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
  6. છેલ્લે તેમાં બાફેલા રંગુનના વાલ, ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી મધ્યમ તાપ પર વચ્ચે થોડા થોડા સમયે હલાવતા રહી, ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
  7. ગરમ ગરમ પીરસો.

પેસ્ટ માટે
 

  1. કાંદાને છોલ્યા વગર ખુલ્લા તાપ પર કાળા થાય ત્યાં સુધી શેકી લો.
  2. તે સહેજ ઠંડા પડે ત્યારે કાંદાની છાલ કાઢી લો.
  3. આ કાંદાને બાકીની વસ્તુઓ સાથે મેળવીને તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ